ભેંસાણ પંથકમાં બહેન સાથેના ઝઘડાનું મનદુઃખ રાખી બનેવી ઉપર છરી વડે હુમલો : પોલીસ ફરિયાદ

0

ભેંસાણ પંથકમાં બહેન સાથેના ઝઘડાનું મનદુઃખ રાખી બનેવી ઉપર સાળાએ છરી વડે હુમલો કર્યાની અને પુત્રવધુને સસરા, દિયર, કાકાજી સસરાએ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ભેસાણ તાલકુાના બામણગઢ ગામના નવનીત ભનુભાઈ પરમારને તેની પત્ની સાથે અગાઉ ઝઘડો થયો હોય તે બાબતનું મનદુઃખ રાખી સાળો પ્રદીપ રવજીભાઈ સોલંકીએ જગાભાઈ મનાભાઈ પરમાર સાથે બાઈક ઉપર આવી નવનીત ઉપર છરી તથા લાકડી વડે ધમકી આપી હતી. સામાપક્ષે નવનીતની પત્ની જલ્પાએ તેના સસરા ભુનભાઈ, દિયર રોહિત અને કાકાજી સસરા હમીરભાઈ ચકુભાઈ પરમારે પતિ, દિયર મજાક કરતા હોય જેથી ઉશ્કેરાઈ જઈને માર મારી રૂમમાં પુરી દીધી હતી. આ બે મારામારી અંગે પોલીસે પતિ, પત્નીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!