જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવ નિમિતે આજે ધર્મસભા, પ્રવચન, નૃત્ય, રાસ સહિતના કાર્યક્રમો યોજાશે

0

પુષ્ટી સંપ્રદાયના અધિષ્ઠાતા મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહમય ઉજવણી કરવામાં આવી રહી છે અને જુદા -જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જૂનાગઢ શહેરમાં પણ વૈષ્ણવોમાં મહાપ્રભુજીના પ્રાગટય દિનને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવ અંતર્ગત મોટી હવેલી ખાતે તા.૩ થી પ ત્રણ દિવસ દરમ્યાન પદયાત્રા, નાટીકા, ધર્મ સભા, નૃત્ય, રાસ, પાઠશાળાના બાળકોના વકતવ્ય સહિતના વિવિધ કાર્યક્રમ દ્વારા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ અંતર્ગત મોટી હવેલી ઉત્સવ સમિતિ દ્વારા મોટી હવેલી ખાતે તા.૩ થી પ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કાર્યક્રમના પ્રથમ દિવસે ગઈકાલે શુક્રવારે વહેલી સવારે મોટી હવેલીથી દામોદર કુંડ મહાપ્રભુજીની બેઠક સુધી પદયાત્રા યોજાઈ હતી. તેમજ સાંજે મોટી હવેલીના ગોસ્વામી પિયુષબાવાના વકતવ્ય, રાત્રે પુષ્ટી સંસ્કાર સખી પરિવાર દ્વારા નાટીકા અને કિર્તનના કાર્યક્રમો યોજાયા હતા. જયારે આજે શનિવારે સવારે ધર્મ સભા, યોજાઈ હતી. તેમજ સાંજે પ્રવચન, પુષ્ટી સંસ્કાર સખી પરિવાર યુથ વિંગ દ્વારા નૃત્ય ત્યારબાદ રાસનો કાર્યક્રમ યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે એટલે કે આવતીકાલે રવીવારે સાંજે પુષ્ટી સંસ્કાર શાળાના બાળકો દ્વારા નૃત્ય, વકતવ્ય પ્રદર્શિત કરાશે. ત્યારબાદ વલ્લભીય યુવા સંગઠન દ્વારા જ્ઞાનવર્ધક પુષ્ટી પ્રશ્ન મંચ કિવઝનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા છે અને ત્રિદિવસીય કાર્યક્રમને લઈ મોટી હવેલી ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!