સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ ટ્રાફિક પોલીસ જવાનોને ડયુટી પોઇન્ટ ઉપર છાશ તથા શરબતનું વિતરણ કરાયું

0

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળજાળ અને બળબળતી ગરમીમાં બપોરના ટ્રાફિક પોલીસ જવાનો જે પોતાની ડ્યુટી ઉપર જૂનાગઢના વિવિધ વિસ્તારો જેવા કે માર્કેટિંગ યાર્ડ, સક્કરબાગ, મજેવડી ગેઈટ, રેલ્વે સ્ટેશન, ઝાંઝરડા ચોકડી, મધુરમ ચોકડી, મોતીબાગ, આઝાદ ચોક, કાળવા ચોક વગેરે રોડ ઉપરના પોઇન્ટ ઉપર પોતાની ડયુટી બજાવે છે. હાલમાં ગરમીનો પારો સખત ઊંચો હોય આવા કપરા સમયમાં પોલીસ જવાનોને થોડી ઠંડક થાય આવા ઉમદા આશયથી સત્યમ સેવા યુવક મંડળના કાને ડીવાયએસપી હિતેશભાઈ ધાંધલીયા તથા પીઆઈ એસ. એન. જાડેજા દ્વારા રજૂઆત કરાતા સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, મુકેશગીરી એસ. મેઘનાથી, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, ચંપકભાઈ જેઠવા, રણછોડભાઈ ગોડફાડ, મનોજભાઈ સાવલિયા તથા ટ્રાફિકના જવાનો પણ આ સેવા પ્રવૃત્તિમાં સાથે જાેડાઈને પોતાની સેવા આપેલ હતી. જ્યાં સુધી અમોને સુચના આપવામાં આવશે ત્યાં સુધી દરરોજ શરબતનું વિતરણ કરવામાં આવશે.

error: Content is protected !!