સહસ્ત્રાવધાન જૈન મુનિના ચક્ષુશક્તિના દાવાને પડકારતું વિજ્ઞાન જાથા
– ઘડિયાળના સમયમાં ફેરફાર રીમોટ કંટ્રોલથી થાય, ચક્ષુ કે મનોશક્તિથી ન થાય.
– જૈન મુનિની સિધ્ધિ અથાગ પરિશ્રમ સાથે ઉચ્ચતમ બુધ્ધિ આંક.
– સાધનાની વાત મુકી ધર્મના ફેલાવા સાથે લોકોને મુર્ખ બનાવવાની ચેષ્ઠા.
– ટી.વી. ઉપર દિવ્યાંગો અને નાના–મોટાની અનેક સિધ્ધિઓ ગુગલ ઉપર જાેવા મળે છે.
– વિશ્વ કક્ષાના એવોર્ડ, ગિનીશ બુકમાં જૈન મુનિ જેવી સિધ્ધિ લોકોએ હાંસલ કરી છે.
– જૈન મુનિને ભારતના લોકોનું સમર્થન નથી, મુંબઈ વરલીમાં ધર્મ ઘેલછામાં બેઠેલાનું કૌતુક.
– ૧૧ કલાક એક જ આસનમાં બેસવું સામાન્ય પ્નક્રિયાનો ભાગ છે, સિધ્ધિ નથી.
– સદીઓથી ધર્મ કે ધાર્મિક નેતાથી એકપણ લોકસમસ્યા હલ કે ઉકેલાય નથી.
મુંબઈની વરલી ખાતે ભારતીય જૈન શાસનના ઈતિહાસમાં ૬પ૦ વર્ષ પછી શક્રવર્તી સહસ્ત્રાવધાન સિધ્ધ થતાં જૈનાચાર્ય અજીતચંદ્ર સાગરજીને સહસ્ત્રાવધાનીનું બિરુદ અપાયું તે જ સમાજના લોકોનું સમર્થન નહિ કે બહુધા સમાજ કે સરકારનું સમર્થન. ગુગલમાં દિવ્યાંગો, નાના બાળકો, કિશોર કે મોટેરાઓની મનની અનેક સિધ્ધિઓ જાેવા મળે છે તેમાં જૈન મુનિની સિધ્ધિ સામાન્ય છે. ઘડિયાળના સમયમાં ફેરફાર કરવો તે રીમોટ કંટ્રોલથી થઈ શકે છે. ચક્ષુ કે આંખની દ્રષ્ટિથી ઘડિયાળના કાંટા ફેરવવાર વાહિયાત સાથે લોકોને ગુમરાહ સમાન છે. વિજ્ઞાન જાથા આ જૈન મુનિને પડકારી નક્કી કરેલી ઘડિયાળના સમયમાં ફેરફાર કરી વિશ્વસનીયતા સાબિત કરવા આહવાન કરવામાં આવે છે.
સહસ્ત્રાવધાનીની પદવી સંબંધી સંક્ષિપ્ત હકિકતમાં થોડા સમય પહેલા મુંબઈના વરલી ખાતે એક હજાર જેટલી જુદી જુદી માહિતીઓ, ગાણિતિક કોયડાઓ, સ્પર્શ તથા શ્રવણ અનુભૂતિઓ ઝીલ્યા બાદ તેને યથાતથ સર્વાંગી પ્નત્યુત્તર આપી, માન્યમાં ન આવે તેવી સિધ્ધિ હાંસલ કરી હતી. અજીતચંદ્ર સાગરને સહસ્ત્રાવધાની પદવી આપવામાં આવી હતી તેમાં જૈન મુનિએ કીધું કે આ પ્નયોગમાં ચમત્કારનું કોઈ તત્વ નથી પરંતુ માત્ર ને માત્ર સાધના થકી તેમણે આ ક્ષમતા હાંસલ કરી છે. ઈન્ડોર સ્ટેડિયમની મેદનીમાં બુકલેટ આપવામાં આવી હતી. જૈનમુનિ બુધ્ધિ પ્નતિભા અથાગ પરિશ્રમના કારણે અસામાન્ય બુધ્ધિમતા સાબિત થઈ હતી. જૈન સંપ્નદાય સિવાયના લોકો અગ્રગણીઓની હાજરી હતી. સૌ કોઈ પ્નભાવિત થયા હતા. ૬પ૦ વર્ષ પછી સહસ્ત્રાવધાનીનું બિરૂદ આપવામાં આવ્યું હતું. તેમાં ઘડિયાળના કાંટામાં ફેરફાર કરવો તે ચક્ષુશક્તિ, મનોશક્તિનું કારણ આપવામાં આવ્યું. હાજર સૌ કોઈએ હર્ષોલ્લાસ સાથે વાતને વધાવી લીધી હતી. સહસ્ત્રાવધાનની સફર માહિતીલક્ષી પ્નશ્નો, પાદપૂર્તિ, ગાણિતિકિ કોયડાઓ, મલ્ટી ટાસ્કીંગ, આત્મસાત કેલેન્ડર, ૧૧ કલાક એક જ આસન, જાણે ચમત્કાર, જયારે સમયે ઘડિયાળના કાંટાએ કુદકો માર્યો, કોમ્પ્યુટર–મોબાઈલ જેવું મનનું મલ્ટી ટેબ, મહારાષ્ટ્રમાં સરસ્વતી સાધાના કરાવાશે. સાયન્સ માટે આ પડકાર વિગેરે વિગેરે હકિકત આપી જૈન મુનિની બુધ્ધિમતાને હકિકત રજૂ કરવામાં આવી હતી. સહસ્ત્રાવધાન વખતે અમદાવાદના ન્યુરોલોજીસ્ટે એક પ્નેઝન્ટેશન આપ્યું હતું તેમાં તેણે આપણે કઈ રીતે યાદ રાખીએ છીએ. તેણે મુનિશ્રીએ જે સિધ્ધિ હાંસલ કરી બતાવ છે તે આધુનિક વિજ્ઞાન માટે એક મોટો પડકાર છે. જૈન મુનિના બુધ્ધિમતાની સિધ્ધિઓને હાજર સૌ અભિભૂત થયા હતા.
વિજ્ઞાન જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયા ભારપૂર્વક જણાવે છે કે જૈન મુનિની અમાપ બુધ્ધિ શક્તિને સલામ કરે છે. બહુધા સમાજને સર્વાગી વિકાસમાં આ શક્તિનો ઉપયોગ થાય તે સારી બાબત છે. તેમને આપેલું સહસ્ત્રાવધાનીની પદવીને તે જ સમાજના હાજર લોકોને આપ્યું છે, તેમાં કંઈ નવું નથી. આ પદવી સાથે ભારતના ૧૪૦ કરોડ લોકો કે સરકારનું સમર્થન નથી. અગ્યિાર એક જ આસન ઉપર સ્થિર રહેવું, સાધના કરવી તે સામાન્ય પ્નક્રિયા છે. પ્નેકટીસથી ગમે તેવી સિધ્ધિ હાંસલ થઈ શકે છે. જૈન મુનિના અથાગ પરિશ્રમની સિધ્ધિને સૌ કોઈ બિરદાવે છે. આ ચમત્કાર નથી તેમ જણાવી સાધના થકી સિધ્ધિ હાંસલ કરી છે તેમાં ભ્રમણા ઉભી કરી છે. ભગવંતો તથા સાધ્વીઓ પોતાના સંપ્નદાયના લોકો, આમંત્રિતોની હાજરીમાં ઘડિયાળના કાંટા ફેરવવાની ઘટનામાં ચક્ષુશક્તિ, મનોશક્તિનું કારણ આપી જૈન મુનિએ કુચેષ્ઠા કરી છે. લોકોને અવળે માર્ગે વાળવાના પ્નયાસની જાથા નિંદા કરે છે. આ પ્નક્રિયામાં સાધનાનો ઉપયોગ હોય તો જાથા વખોડે છે. સાધનાથી પાપડ પણ ભાંગી શકાતો નથી. ઘડિયાળના કાંટા ફેરવવાની ઘટનામાં રીમોટ કંટ્રોલથી થઈ શકે છે તેવી અનેક તરકીબો છે. જનમેદનમાંથી ઉભો થયેલ વ્યક્તિ પણ શંકાના દાયરામાં છે. રીમોટ–ઘડિયાળની તાલમેલ પાછળ, નિશ્ચિત સમય થાય તે વ્જ્ઞિાનની કૃપાથી થઈ શકે છે. તેમાં ચક્ષુશક્તિની વાત ગાંડપણ સાથે જાથા જાેવે છે. પોતાના ધર્મનો ફેલાવો, જૈન ધર્મની સુપર સિધ્ધિઓમાં જૈન મુનિનું પ્નદાન વિગેરે બાબત સંશોધનનો વિષય છે. બીજા ધર્મો કરતા પોતાનો ધર્મ ઉત્તમ છે તેવું સાબિત કરવાની ચેષ્ઠા મુર્ખામી છે. આવા પદવી સમારંભમાં સર્વ ધર્મના સાધુ–સંતોને બોલાવવાની જરૂર હતી. એકપક્ષીય વાહ–વાહી શંકા ઉપજાવે છે.
વધુમાં જાથાના જયંત પંડયા જણાવે છે કે વિશ્વ ફલક ઉપર દિવ્યાંગોની સિધ્ધિઓ અનેરી સાબિત થઈ છે. ગિનીશ બુક, બીજા એવોર્ડ મેળવતી સિધ્ધિઓ યુ–ટયુબ ઉપર જાેઈ શકાય છે. ઘડિયાળ કાંટા ફેરફારની ઘટના દસ વર્ષ પહેલાની છે તેમાં ચક્ષુશક્તિ, મનોશક્તિ દર્શાવવામાં આવ્યું નથી. રીમોટની તાકાત છે. દસ દસ આંકડાઓ આડા–અવળા ગમે તેમ રાખો તેવી સિધ્ધિઓ યાદ રાખીને બોલી શકાય છે તે બુધ્ધિમતાની દેન છે, અથાગ પરિશ્રમની તાકાત છે. સદીઓથી વિશ્વના એકપણ ધાર્મિક નેતાએ કે ચમત્કારિકે પોતાના દેશની એકપણ સમસ્યા ઉકેલવા સક્ષમ નથી કે ઉકેલવાનો પ્નયત્ન કર્યો નથી. બહુધા સમાજનું માનવ કલ્યાણ થાય તેવું કાર્ય યાદ નથી. માત્ર પોતાની વાહ–વાહી, આદર–સત્કાર, કૌશલ્ય, વાણી પ્નભાવિત વિગેરે અનેક છુપા કારણોમાં ધર્મની આડમાં કાર્યો નજરે પડે છે. વિજ્ઞાન માનવના ઉત્કર્ષને વિચારીને સંશોધનો કરે છે.
વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે આ જૈન મુનિના બુધ્ધિ શક્તિના કૌશલ્ય નબળા વર્ગના કે શેરીના બાળકો માટે ઉપયોગી થાય તેવા પ્નયાસોને જાથા બિરદાવે છે. પોતાની બુધ્ધિમાત્રની શક્તિ માત્ર ઉપદેશ, સાધના કે પગે લગાડવાની વૃત્તિની મહત્વાકાંક્ષાથી નિર્લેપ હોવા જાેઈએ. વિશ્વ કક્ષાએ જૈન મુનિની બુધ્ધિ ક્ષમતા જેવી એક હજારથી વધુ લોકોમાં જાેવા મળે છે તેને ધર્મનો આંચળો ઓઢવો પડતો નથી. મનની શક્તિ, પરિશ્રમ, ઉદ્દેશ–સિધ્ધિ હાંસલના કૌશલ્યનું કારણ દર્શાવે છે, તેની વાહ–વાહી કે પ્નશંસાથી પ્નભાવિતનું કારણ જાેવા મળતું નથી. સાધના શબ્દની સ્પષ્ટતા જરૂરી છે. જાથા ચક્ષુશક્તિથી ઘડિયાળના કાંટામાં ફેરફારની હકિકત બોગસ–વાહિયાત છે. જન્મ સમય સાડા સાત કલાક બતાવવામાં આવ્યો ત્યારે ઘડિયાળના કાંટા પ–૩૦ થી પ–૩પ વચ્ચે હતી, અચાનક કૂદકો મારી સાડા સાત કલાકે કંટા આવી ગય તેમં જૈન મુનિની ઘડિયાળ તરફની મીટ માનવામાં આવે છે તેમાં વિજ્ઞાન ઉપકરણની મદદ, ઉભી રાખેલ વ્યક્તિ, તેની ઘડિયાળની બનાવટ, રીમોટ કારણભૂત હોય શકે તેનાથી વિશેષ કંઈ નથી. જાથા પોતાની ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, સાથે નક્કી કરેલ સ્થળે જૈન મુનિ હાજર રહે તેવો પડકાર ઉપાડે તેવું આહવાન કરવામાં આવે છે. વિડિયોગ્રાફી, સ્ક્રીનને રાબેતા મુજબનું કાર્ય છે. ઘડિયાળના ચમત્કારનું રહસ્ય જાથા પાસે છે.
ભારતમાં લાખો–કરોડોના ખર્ચે બનેલા ધાર્મિક સ્થાનો મુખ્ય માર્ગો, હાઈવે કે ગીચ વસ્તીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે. તેનું અનેકગણું વળતર કમાણીનું સાધન જાેવા મળે છે. લોકોને ધ્યાનમાં રાખી સગવડ ઉભી કરવામાં આવે છે. રોડની અંદર છેવાડાન વિસ્તારમાં કોઈ ધાર્મિક નેતા જતું નથી કે માનવ કલ્યાણનું કાર્ય કરવામાં આવતું નથી. છેવાડા ગામના લોકોની મુશ્કેલી સંબંધી વાચા પણ આપવામાં આવતું નથી. માનવ સેવા શબ્દ ગાયબ થઈ જાય છે. દર્દ ભોગવતા દર્દીઓ મોતને ભેટે છે તેની કોઈ દરકાર લેતું નથી તે દુઃખદ છે. કયા ધાર્મિક નેતાએ દર્દીની સેવા કરી ? ભગવાન, દેવ–દેવી, અલ્લાહ કરતાં ધાર્મિક નેતા પોતાના ફોટા, વિચારોનો ફેલાવો કરી તારણહાર સાબિત કરવાનો નિમ્ન પ્નયાસને જાથા વખોડે છે. માનવ સેવા એ જ પ્નભુ સેવા સૂત્ર કાગળ ઉપર જાેવા મળે છે. ભારતની ૧૪૦ કરોડની વસ્તીમાં સંપ્નદાયોની સંખ્યા હજારોમાં જાેવા મળે છે. એકસુત્રતા નથી. પોતે પોતાનો ધર્મ કે સંપ્નદાય સાચો તેની જ વાત મુકવામાં આવે છે. સનાતન ધર્મ સદૈવ આદરને પાત્ર છે. હવે જાગૃતતા કેળવી માનવ ધર્મને અનુસરવું જાેઈએ. વિજ્ઞાન જાથા ૩૩ વર્ષના અનુભવ પછી લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે.
મુંબઈ વરલીમાં યોજાયેલ સહસ્ત્રાવધાન પદવી જૈન મુનિની બુધ્ધિમતાની વાતનો સ્વીકાર છે. ઘડિયાળના કાંટા ફેરફારની હકિકત લોકોને ઉલ્લુ બનાવવાનો નુશ્કો છે. જાથાના સ્થળે આવી ઘડિયાળના કાંટામાં ફેરફાર કરી, વિશ્વસનીયતા સાબિત કરવાનો પડકાર ફેંકવામાં આવે છે. જાથા પૃથ્વી ઉપરના તમામ ધર્મોને આદરથી જાેવે છે. લોકોમાં ભ્રામકતા ફેલાવી પોતાની સિધ્ધિ લોકોના માથા ઉપર મુકવાના પ્નયાસનો વિરોધ કરે છે.
જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.