કોડીનાર તાલુકા નાં નવાગામ ખાતે તકિયા ના પા તારીખે ઓળખાતા વાડી વિસ્તાર માં આવેલ માતૃશ્રી ફાર્મ ખાતે ગઈકાલે સવારે નવ કલાકે આંબાવાડી માં કેરી ઉતારવા જતી વખતે સિંહણે યુવાન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પોહચડતા યુવાન ને ઘાયલ હાલત માં કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.
કોડીનાર તાલુકા નાં નવાગામ ગામે ૫ સિંહો નાં ધામા થી ખેડૂતો માં દહેસત ફેલાઈ છે ત્યારે આજે વહેલી સવારે નવાગામ ખાતે તકિયા ના પા તારીખે ઓળખાતા વાડી વિસ્તાર માં આવેલ પ્રભાતસિંહ રાજપુત ના માતૃશ્રી ફાર્મ ખાતે સવારે નવ કલાકે આંબાવાડી ના ઇજારદાર દિનેશભાઈ પરમાર બગીચામાં માં કેરી ઉતારવા જતી વખતે સિંહણે અચાનક કરી દિનેશભાઈ ની છાતી પર સિંહણ બેસી હતી દિનેશભાઈ એ બહાદુર પૂર્વક બાથ ભીડી હટાવી જીવ બચાવ્યો ખેડૂત ની રાડારાડ સાંભળી અન્ય લોકો તેમજ વાડી માલિક બગીચામાં થી આવી ઇજાગ્રસ્ત યુવાન ને તાત્કાલિક કોડીનાર ની રા ના વાળા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
વન વિભાગ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળે પોહચી હુમલો કરેલા સિંહ પરિવારને શોધવાની અને રેસ્ક્યુ કરી જંગલ માં લઇ જવા કવાયત શરુ કરાય છે.
સામાન્ય રીતે સિંહ જંગલ માંજ જોવા મળે છે પરંતુ છેલા થોડા વર્ષ થી સિંહો જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ આકર્ષાયા છે.વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે.ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે.ગીર જંગલ વિસ્તાર માંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે.પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે.ત્યારે ગઈ કાલે કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની કોલોની ના મંદિર પરિસરમાં સિંહ, સિંહણ અને ૩, બચ્ચાં સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતાં. જેને વનવિભાગ દ્વારા ૧૨ કલાક ની સખત જહેમત બાદ મંદિર પરિસર ને કોર્ડન કરી સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યું કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ફરી આજ ગ્રુપ દ્વારા ૧ કી.મી આગળ નવાગામ ખાતે ફરી હુમલો કરતા વનવિભાગ ની જામવાળા રેન્જની ઘાટવડ,છારા અને કોડીનાર રેવન્યુ બીટ ન બીટના ૧૦થી વધુ વનક્રમી દ્વારા આજે સવારથી જ ઘટના સ્થળની આસપાસ રીંગ બનાવી આ પાંચ સિંહ પરિવારના ગ્રુપને સલામત રીતે અહીંથી ખસેડવાની કામગીરી હાથ ધરી છે જો કે અત્યારે લખાય છે ત્યાં સુધી પણ હજુ સિંહ પરિવાર પાંજરે પુરાયો નથી.