રાજયમાં માવઠા બાદ છેલ્લા બે દિવસથી તિવ્ર હિટવેવની અસર હેઠળ ચાલુ સિઝનની હાઈ એસ્ટ ગરમી રાજકોટ સહિત વિવિધ શહેરોમાં નોંધાઈ છે.અનેક શહેરો અગનગોળા જેવા બની રહ્યા છે. તો ગઈકાલે પણ સુરેન્દ્રનગર, ડિસા, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતનાં શહેરો અગન ભઠ્ઠી જેવા બની જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં.
સુરેન્દ્રનગર, ડિસા, રાજકોટ, અમદાવાદ સહિતનાં સ્થળોએ ગઈકાલે ચાલુ સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાતા લોકો તોળા પોકારી ગયા હતાં.ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર ડિસા, અમદાવાદમાં ચાલુ સિઝનની નોંધાઈ હતી, તો રાજકોટમાં પણ ૪૩.૭ ડિગ્રી સાથે ચાલુ સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ હતું.
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે કે,રાજયમાં હજી પણ ગરમીનો પારો ઉંચકાશે,અગામી ૬ દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહી,તો પોરબંદર, ગીરસોમનાથ, ભાવનગર, કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે,છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.૧૭થી ૨૨ મે દરમિયાન અમુક વિસ્તારો એવા હશે જ્યાં અતિશય ગરમીનો માહોલ રહેશે અને તેના કારણે કોઇ લોકલ સિસ્ટમ બંધાતા રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી જાય તે અપવાદ રહેશે. આજે સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, ડીસામાં તાપમાનનો પારો ૪૪ ડીગ્રીને સ્પર્શી ગયો હોવાનું જાણવા મળે
છે.