જૂનાગઢમાં અજાણ્યા ફોરવ્હીલના ચાલકે હડફેટે લઈ ઈજા પહોંચાડી

0

જૂનાગઢમાં અકસ્માતના બનેલા એક બનાવમાં અજાણ્યા ફોરવ્હીલના ચાલકે હડફેટે લઈ ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર અશ્વિનભાઈ રતીલાલભાઈ રૂપારેલીયા(ઉ.વ.૪૯) રહે.દાણાપીઠ સોસાયટી, ગરબી ચોક પાસે, બ્લોક નં-૧૬ વાળાએ અજાણ્યા ફોરવ્હીલના ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીની દિકરી શ્રેયા તથા શૈલી બંને અલગ-અલગ મોટરસાઈકલમાં ઝાંઝરડા રોડ ખાતેથી પરત ઘરે આવતા હતા અને જૂનાગઢ મામલતદાર કચેરીની આગળ સ્પીડ બ્રેકર વટતા ફરિયાદીની દિકરીને તેની મોટરસાઈકલમાં પાછળથી કોઈ અજાણ્યા ફોરવ્હીલના ચાલકે તેની ફોરવ્હીલ પુર ઝડપે ચલાવી હડફેટે લઈ ચલાવી ફરિયાદીની દીકરીને પછાડી દેતા તેને માથામાં ગંભીર ઈજા કરી નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!