જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા ૨૨૦ લીટર વિનામુલ્યે છાશનું વિતરણ કરાયું

0

જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા ૨૨૦ લીટર વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા આયોજીત તા.૧૯-૫-૨૦૨૪ને રવિવારનાં રોજ આઝાદ ચોક-જૂનાગઢ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આકરા તાપમાં તમામ નાગરીકોને ઠંડક મળે એ હેતુથી વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છાશ વિતરણનું ઉદ્‌ઘાટન જૂનાગઢનાં સામાજીક આગેવાનોનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફુલ ઠંડી છાશનો લાભ ૧૪૪૦ નાગરિકોએ લીધો હતો. આ છાશ વિતરણનાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જેમાં જૂનાગઢનાં મહિલા પી.એસ.આઈ જે.પી.વરીયા, એનએસપી ગૃપ-જૂનાગઢનાં પ્રમુખ ચંદુભાઈ લોઢીયા, દાતાર સેવક બટુકબાપુ, અગ્રણી વેપારી લલીતભાઈ ધોળકીયા, સમાજ સેવક ઓનલી ઈન્ડિયન વનમેન આર્મી, શિક્ષણવીદ મેહુલભાઈ પરમાર, પ્રતિકભાઈ મિશ્રાણી, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, વિજયભાઈ વાળા, જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, ઈન્દુબેન ખાણઘર, નીલાબેન ભટ્ટ, રમીલાબેન ઘુચલા, મિતલબેન રાડા, કિરણબેન ઉનડકટ, રોશનીબેન ઘુચલા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ છાશ વિતરણનાં પ્રસંગે બહારગામનાં નામી અનામી દાતાઓ તેમજ જૂનાગઢનાં નામી અનામી દાતાઓનો પુરેપુરો આર્થિક સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!