૮૧માં એટીએમ લગ્ન યોજાયા : સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દલિત સમાજની દીકરીના આદર્શ એટીએમ લગ્ન યોજાયા

0

જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અંબિકા ચોક ખાતે આવેલ સુશીલાબેન છોટાલાલ શાહ હોલમાં તા.૧૯-૫-૨૪ને રવિવારના રોજ જરૂરિયાતમંદ દલિત સમાજની દીકરી કુ. આશા રમેશભાઈ રાઠોડના ૮૧માં એટીએમ લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો. જેમાં સંસ્થા દ્વારા ૫૧ જેટલી ચીજવસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવેલ અને ખૂબ જ ધામધૂમથી આ લગ્ન પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, દિપકભાઇ રૂપારેલ, પ્રવીણભાઈ જાેશી, ચંપકભાઈ જેઠવા, સરોજબેન જાેશી, દયાબેન માણેક, કેતનભાઇ નાંઢા, મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાંક વિગેરે ટ્રસ્ટીગણ અને સેવાભાવીઓ દ્વારા જહેમત ઉઠાવી આ લગ્ન પ્રસંગ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!