ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ભગવાન જગન્નાથ પર નિવેદન આપીને વિવાદમાં ફસાયા છે. સોમવારે (૨૦ મે) એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે ભગવાન જગન્નાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે.
સંબિત પાત્રાનું આ નિવેદન ૨૦ મેના રોજ આવ્યું હતું, જ્યારે પીએમ મોદી પોતે તેમના સમર્થનમાં રોડ શો કરવા પુરી પહોંચ્યા હતા. ગઈકાલે ઓડિશામાં ૫ લોકસભા અને ૩૫ વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ હતી. પુરી લોકસભા સીટ માટે છઠ્ઠા તબક્કામાં એટલે કે ૨૫ મેના રોજ મતદાન થશે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓએ સંબિત પાત્રાના નિવેદનની ટીકા કરી હતી. આ પછી તેણે માફી માંગવી પડી હતી.
તેમણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર રિલીઝ કર્યો છે હું જગન્નાથજીનાં ચરણોમાં માથું નમાવીને માફી માંગું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી ૩ દિવસ ઉપવાસ કરીશ.
આ પહેલાં નવીન પટનાયકને લખેલી અન્ય પોસ્ટમાં પાત્રાએ કહ્યું હતું – આજે પુરીમાં પીએમ મોદીના રોડ શોની સફળતા બાદ મેં ઘણી મીડિયા ચેનલોને નિવેદન આપ્યું હતું. દરેક જગ્યાએ મેં કહ્યું કે મોદીજી મહાપ્રભુ જગન્નાથના ભક્ત છે. એક સમયે મેં આકસ્મિક રીતે ઊલટું બોલી ગયો. આપણા બધાની ક્યારેક ક્યારેક જીભ લપસી જાય છે. તેને મુદ્દો ન બનાવો.