લોકસભા ચૂંટણીનાં પાંચમા તબકકામાં મતદાન ફરી ફસકી ગયુ હોય તેમ મધરાતના છેલ્લા આંકડા પ્રમાણે ૬૦.૦૯ ટકા નોંધાયુ હતું જેને પગલે રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાંચમા તબકકાની ચૂંટણી ‘ગેમ ચેન્જર’ગણાતી હતી. કારણ કે તેમાં સામેલ ૪૯ માંથી ૪૦ બેઠકો પર ભાજપ-એનડીએનો કબ્જાે હતો કોંગ્રેસ પાસે માત્ર એક સીટ હતી. દેશના આઠ રાજય કેન્દ્ર શાસીત પ્રદેશોમાં સોમવારે ૪૯ બેઠકો પર મતદાન યોજાયુ હતું.
ચૂંટણી પંચ દ્વારા મધરાતે જારી કરેલા આંકડા મુજબ ૬૦.૦૯ ટકા મતદાન હતું તેમાં સૌથી વધુ ૭૪.૬૫ ટકા પશ્ચિમ બંગાળમાં નોંધાયુ હતું. જયારે સૌથી ઓછુ ૫૪.૨૯ ટકા મહારાષ્ટ્રમાં હતું. આ સિવાય બિહારની પાંચ બેઠકોમાં સરેરાશ ૫૪.૮૫ ટકા,કાશ્મીરની એક બેઠક પર ૫૬.૭૩ ટકા, ઝારખંડની ત્રણ બેઠકો પર ૬૩.૦૭ ટકા, લદાખ સીટ પર ૬૯.૬૨ ટકા, ઓડીશાની પાંચ બેઠકો પર ૬૭.૫૯ ટકા, ઉતર પ્રદેશની ૧૪ બેઠકો પર ૧૭.૭૯ ટકા સરેરાશ મતદાન હતું. મહારાષ્ટ્રમાં ૧૩ તથા પશ્ર્ચિમ બંગાળમાં ૧૩ બેઠકો પર ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ ચાર તબકકામાં સરેરાશ ઓછી ટકાવારી રહી હોવાને કારણે પાંચમા તબકકામાં મતદાન વધારવા માટે ભાજપ સહીતનાં રાજકીય પક્ષોએ ઘણી મહેનત કરી છતાં પ્રથમ ચાર તબકકા કરતા પણ પાંચમાં તબકકાનું મતદાન ઓછુ રહ્યું છે.