સોનામાં રેકોર્ડબ્રેક તેજીથી દાણચોરીમાં પણ ભારે ઉછાળો

0

કેન્દ્ર સરકારે આયાત જકાતમાં વધારો કર્યાના વખતથી સોનાની દાણચોરી વધી રહી છે. ભારતમાં ૧૧.૫ ટકા કસ્ટમ ડયુટી, ૨.૫૦ ટકા કૃષિસેસ, ૩ ટકા જીએસટી તથા ૦.૧ ટકા આયાતકારનું પ્રિમીયમ લાગુ પડે છે. કુલ ટેકસ ૧૮ ટકા થવા જાય છે. વિદેશોમાંથી દાણચોરી મારફત સોનુ ઘુસાડવામાં આવે તો ૧ કિલો દીઠ રૂા.૧૩.૮૬ લાખ સસ્તુ પડે છે.


સંયુકત આરબ અમીરાત-મુંબઈ, શાહજાહ, કૂવૈત, ઓમાન, બેંગકોક તથા થાઈલેન્ડ જેવા દેશોમાંથી સોનુ ઘુસાડવામાં આવતુ હોય છે. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે ભારતમાં સોના પર ટેકસ ભારણ ઘણુ વધારે હોવાથી દાણચોરીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. વૈશ્વિક સ્તરે ભૌગોલીક તનાવ, ભારત-અમેરીકા જેવા દેશોમાં ચૂંટણી, ડોલર સામે રૂપિયાની નબળાઈ, વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી જેવા કારણો પાછળ તેજી છે. ૨૦૨૦ થી ૨૦૨૪ ના ચાર વર્ષમાં સોનાના ભાવમાં ૭૯ ટકાનો વધારો થયો છે.હાલ હાજર ભાવ રૂા.૭૭૦૦૦ ની સપાટીને કુદાવી ગયો છે. જયારે ૩૧ માર્ચ ૨૦૨૦માં સોનાનાં ભાવ રૂા.૪૩૦૦૦ હતા.

 

error: Content is protected !!