તાજેતરમાં સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.૧ અને કેપી.૨ વેરિએન્ટે ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજયોમાં એન્ટ્રી કરતા દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ કુલ ૩૨૪ જેટલા કેસ નોંધાયા છે.
જેમાં કેપી.૨ના ૨૯૦ અને કેપી.૧ ના ૩૪ કેસોનો સમાવેશ થાય છે. ગુજરાતના ૨૩ કેસોની સાથે સાથે દેશના વિવિધ રાજયોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ નોંધાયા છે. હાલ તો આ બીમારીના કોઈ ગંભીર કેસ જાેવા મળ્યા નથી તેથી ચિંતાનું કોઈ કારણ નથી પણ તેને હળવાસથી લઈ શકાય નથી કારણ કે સાર્સ-કોવ-૨ના પરિવારમાંથી આ વેરિએન્ટ આવે છે. જે ખૂબ ઝડપથી ફેલાય છે. દેશના ૭ રાજયોમાં કેપી-૧ કેસ મળી આવ્યા છે. જેમાં બંગાળમાં ૨૩ કેસ, ગોવામાં ૧ કેસ, ગુજરાતમાં ૨, હરિયાણામાં ૧, મહારાષ્ટ્રમાં ૪, રાજસ્થાનમાં ૨ અને ઉત્તરાખંડમાં ૧ દર્દી મળી આવ્યો છે.
કેપી-૨ની સંખ્યા ઘણી વધુ છે આમાંથી મોટાભાગના દર્દીઓ મહારાષ્ટ્રમાં જાેવા મળ્યા છે. અહીં આવા દર્દીઓની સંખ્યા ૧૪૮ છે. જયારે ગુજરાતમાં ૨૩, દિલ્હીમાં ૧, ગોવામાં ૧૨, હરિયાણામાં ૩, કર્ણાટકમાં ૪, મધ્યપ્રદેમાં ૧, ઓરીસ્સામાં ૧૭, રાજસ્થાનમાં ૨૧, યુપીમાં ૮, ઉતરાખંડમાં ૧૬ પશ્ચિમ બંગાળમાં ૩૬, દર્દીઓ મળી આવ્યા છે.