કલમ ૩૭૦નાં ચુકાદા અંગે પુર્નઃ વિચારની માંગણી કરતી તમામ અરજીઓ સુપ્રિમ કોર્ટે ફગાવી

0

સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ પર પોતાના ર્નિણયની સમીક્ષા કરવાની માંગ કરનારી અરજીઓને ફગાવી દીધી છે. જેમાં તેમણે બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાના કેન્દ્ર સરકારના ૨૦૧૯ના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

જમ્મૂ અને કાશ્મીરને કલમ ૩૭૦ દ્વારા વિશેષ દરજ્જાે મળેલો હતો. ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને એએસ બોપન્નાની પાંચ જજાેની પીઠે સમીક્ષા અરજીઓને એવું કહેતા ફગાવી દીધી કે ૧૧ ડિસેમ્પર ૨૦૨૩ના રોજ અપાયેલા ર્નિણયમાં કોઈ ખામી નથી. બંધારણમાં જમ્મૂ કાશ્મીરથી સંબંધિત કલમ ૩૭૦ને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. પોતાના ચુકાદા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ચુકાદાને યથાવત રાખ્યો હતો અને બંધારણની કલમ ૩૭૦ હટાવવાને યોગ્ય માની હતી. આ પહેલા કેન્દ્ર સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મૂ કાશ્મીરથી સંબંધિત બંધારણની કલમ ૩૭૦નો રદ કરી દીધી હતી. આ ર્નિણય વિરૂદ્ધ ૨૩ અરજીઓ દાખલ થઈ હતી. જેના પર સુપ્રીમ કોર્ટમાં સતત ૧૬ દિવસ સુનાવણી ચાલી હતી.

error: Content is protected !!