રામે દીધો છે રૂડો રોટલો, તમે ખવડાવીને ખાવ રે, રામે દીધો છે રૂડો રોટલો. આ ઉક્તિને સાર્થક કરે તેવું પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટના હોલમાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તથા પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથીના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી નીરૂબેન ભરતભાઈ કાંબલીયા દ્વારા જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ જેમાં (૧) પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ – અંધ કન્યા છાત્રાલયને નવું સાઉન્ડ સિસ્ટમ વસાવવા અર્થે રૂા.૩૦ ૦૦૦, (૨) સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટને ઘીનો ડબ્બો, (૩) સર્વોદય બ્લડ બેંકના પ્રતિનિધિ અનિલભાઈ વ્યાસને રૂા.૧૧૦૦૦, (૪) મહિલા આશ્રય સ્થાનના પ્રતિનિધિ રમાબેન ગોહિલને રૂા.૧૧૦૦૦, (૫) દિવ્યાંગ સેવા સંસ્થાનના પ્રતિનિધિ મનહરસિંહ ઝાલાને રૂા.૫૧૦૦, (૬) બાબા મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ માળી તથા જયેશ ગીરી ગોસ્વામીને રૂા.૫૧૦૦,(૭) સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા માખીયાળાના પ્રતિનિધિ રેખાબેન પરમારને રૂા.૫૧૦૦, (૮) આશાદીપ ચેરી. ટ્રસ્ટના પ્રતિનિધિ પૂર્ણાબેન હેડાવને રૂા.૫૧૦૦, (૯) નમ્રમુનિ મહારાજ સંસ્થાનના સુજલભાઈ દોશીને રૂા.૧૧૦૦૦, (૧૦) ગુંદરણ ગામ આહીર સમાજની વાડીમાં રૂા.૧,૦૦,૦૦૦, (૧૧) ગુંદરણ ગામની અપંગ ગાયો માટેની ગૌશાળાને રૂા.૧૧૦૦૦ હસ્તે લખુભાઇ, (૧૨) માલજીંજવા ગૌશાળાને રૂા.૧૧૦૦૦ આમ દરેક સેવાભાવી સંસ્થાઓને યથાયોગ્ય અનુદાનની વહેંચણી કરવામાં આવી હતી. દરેક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સહર્ષ અનુદાનનો સ્વીકાર કરી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાનો હૃદયથી આભાર માન્યો હતો. આ પ્રસંગે મનસુખભાઈ વાજાએ સામેથી દરેકનો આભાર માન્યો હતો અને નીરૂબેન કાંબલીયા દ્વારા આવા સત્કાર્યોની સરવાણી સતત ચાલુ રહે તે બાબત દોહરાવી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવારના મેને. ટ્રસ્ટી નાગભાઈ વાળા, વિજયાબેન લોઢીયા તથા પટેલ પબ્લિસિટી વાળા વિનુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગને પૂર્ણ કરવા માટે મુકેશગીરી એસ મેઘનાથી, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાેશી, ચંપકભાઈ જેઠવા અને મનોજભાઈ સાવલિયા એ જહેમત ઉઠાવી પ્રસંગને દીપાવ્યો હતો.