બિલખાના કાઠી જ્ઞાતીના વિદ્યાર્થીએ ખેલ મહાકુંભમાં સીલ્વર મેડલ મેળવી ગામનું નામ રોશન કર્યું

0

તાજેતરમાં અમદાવાદ ખાતે તા.ર૧-પના રોજ ગુજરાતનો ખેલ મહાકુંભ યોજાયો હતો. એમાં વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં મુળ બિલખાના અને હાલમાં પાલનપુર ખાતે પી.એમ.આઈ. તરીકે ફરજ બજાવતા હોનહાર ઓફિસર લખધીરભાઈ વાળાના પુત્ર આદિત્યભાઈ વાળાએ બોકસીંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં વિજેતા બની આદિત્યએ સીલ્વર મેડલ મેળવી સમગ્ર કાઠી સમાજ તથા બિલખાનું નામ રોશન કરેલ છે. બિલખા પંચાયતમાં પાણી પુરવઠા વિભાગમાં સેવા આપતા કુમારભાઈ વાળાના ભત્રીજા આદિત્યભાઈએ આ ભવ્ય સિધ્ધી હાંસલ કરતા ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. બિલખાને ગૌરવ અપાવવા બદલ સૌરાષ્ટ્ર ભૂમિ બ્યુરો ઓફિસ બિલખાએ આદિત્ય વાળાને ખુબ બુખ અભિનંદન પાઠવ્યા છે.

error: Content is protected !!