માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે રસ્તા બાબતે બોલાચાલીમાં હુમલો : સામસામી ફરિયાદ

0

માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે ચોકીની ધાર પા વાડી વિસ્તારમાં રસ્તા બાબતે બોલાચાલીમાં મારામારીનો બનાવ બનેલ છે અને સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ચોરવાડ પોલીસે આપેલી વિગત અનુસાર, હાલ રાજકોટ રહેતા અને મુળ ખોરાસા ગીર ગામના રમેશભાઈ ભનુભાઈ કમાણી(ઉ.વ.પ૧)એ અંબાવીભાઈ ગોવાભાઈ સાપોવાડીયા, ધીરૂભાઈ ગોવાભાઈ સાપોવાડીયા, હરીભાઈ ભીખાભાઈ સાપોવાડીયા, ગીતાબેન હરીભાઈ સાપોવાડીયા રહે.ખોરાસા ગીર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા ફરિયાદીના પત્ની ગીતાબેન સાથે આ કામના આરોપીઓએ રસ્તા બાબતે બોલાચાલી ઝગડો કરી આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી આરોપી નંબર એકનાઓએ ફરિયાદીને ભાલા વડે જમણા હાથમાં આગળીના ભાગે ઈજા કરી તથા આરોપી નંબર ત્રણનાઓએ ફરિયાદીને ઢાળીયા વડે માર મારી તથા આરોપીઓએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી નંબર ચારનાઓએ ફરિયાદીની પત્ની ગીતાબહેનને શરીરે ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી નંબર એક તથા આરોપી નંબર ત્રણનાઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે સામા પક્ષે અંબાવીભાઈ ગોવાભાઈ સાપોવાડીયા(ઉ.વ.૬પ) રહે.ખોરાસા ગીર વાળાએ રમેશભાઈ ભનુભાઈ કમાણી, ગીતાબેન રમેશભાઈ કમાણી, હરસુખભાઈ કમાણી તેમજ તેનો દિકરો વગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી સાથે આ કામના આરોપીઓએ રસ્તા બાબતે બોલાચાલી ઝગડો કરી આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી શરીરે ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી નંબર ત્રણનાઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચોરવાડ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરેલ છે.

error: Content is protected !!