ભવનાથ મહાદેવના પાટોત્સવની ધામધુમથી ભક્તિભાવપુર્વક આજે ઉજવણી

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં બિરાજમાન સ્વયંભુ ભવનાથ મહાદેવના પાટોત્સવની આજે ધામધુમથી અને ભક્તિભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા છે. મંદિર સાનિધ્યમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળો અને પરિક્રમાનું આયોજન થાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો-ભકતો દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. ભવનાથ એટલે ભવનો નાશ કરનાર. ભવનાથ મહાદેવ એ સ્વયંભુ મહાદેવ છે. આજે વૈશાખી પૂનમના પાવનકારી દિવસે દાદાના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભવનાથ મહાદેવનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે જ વ્યકિત એકવાર ભવનાથ દાદાના દર્શન કરે છે તેના સાત જન્મનું પાપ જાય છે. આજે સ્વયંભુ ભગવાન ભવનાથ દાદાના પાટોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં કરવામાં આવી રહી છે. આજે સવારે મંદિરમાં વિશેષ પૂજા, શ્રીંગાર, દિપમાળા, ધ્વજારોહણ, સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભવનાથ મહાદેવના પાટોત્સવની ઉજવણીને લઈ ભાવિક-ભકતો અને સેવકગણમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

error: Content is protected !!