પ્રતીકુળ અસર થતાં કેન્સર વિરોધી દવા પરત ખેંચી લેવા સરકારનો આદેશ

0

ડીજીસીઆઈએ બધા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં દવા નિયામકોને નિર્દેશ આપ્યા છે કે તે એ દર્દીઓના ઉપચાર માટે એસ્ટ્રાજેનેકાની કેન્સર વિરોધી દવા ઓલાપારિબ ટેબ્લેટને પરત ખેંચી લે, જેમને ત્રણ કે તેથી વધુ વાર કીમોથેરાપી આપવામાં આવી ચૂકી છે. રાજય નિયામકોને દવાના નિર્માતાઓને પ્રતિકુળ અસરની સંભાવના જાેઈને જીબીઆરસીએ મ્યુટેશન અને અંડાશયી કેન્સર અને સ્તન કેન્સરવાળા દર્દીઓના ઈલાજ માટે દવાના માર્કેટીંગને બંધ કરવાનું જણાવવામાં આવ્યું છે. દવા નિયામકે જણાવ્યું છે કે, કંપનીએ ઓલાપારિબ ટેબલેટના સંકેતને પરત લેવા માટે કિલનિકલ પુરાવા રજુ કરેલા. આ પરીસ્થિતિઓને ધ્યાને રાખી અનુરોધ છે કે ઓલાપારિબ ટેબલેટ (૧૦૦ મિલિગ્રામ અને ૧૫૦ મિલીગ્રામ)ના માર્કેટીંગને પાછુ ખેંચી લેવાય અને જે દવાને મંજુરી મળી છે તેનું જ માર્કેટીંગ ચાલુ રખાય.

વધુ માહીતી મેળવો અમારા ઈ-પેપર પર

error: Content is protected !!