શ્રી જામકંડોરણા રાજપુત યુવક મંડળ અને શ્રી જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ દ્વારા જામકંડોરણા તાલુકા રાજપુત સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે પુરૂ માર્ગદર્શન મળી રહે એ માટે એક શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે પ્રથમીક શાળા ખાતે યોજાઈ ગયો હતો. જેમાં ૧૦થી વધુ વાલી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજપૂત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા અને સંકલન સમિતિના પ્રમુખ બાબભા બાપુ મેઘાવડના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. શિક્ષણ જગતના મહાનુભાવો બેનબા ઉર્વશીબા જાડેજા ઉપલેટા, રાજકોટથી ઋષિકેશભાઈ જાની, હિરેનભાઈ પિત્રોડા, શ્રી ગૌસ્વામી, કિરીટસીંહ વાળા(પ્રિન્સીપાલ), ક્રિપાલસિંહ જાડેજા વગેરેએ વિષયો મુજબ ખુબ સરસ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના મહામંત્રી દિગુભા જાડેજા સાતોદડ, સમાજના ટ્રસ્ટી હેમતસિંહ ચૂડાસમા, સમાજ ટ્રસ્ટી કરણસિંહ જાડેજા થોરડી, ચરેલ સરપંચ અશોકસિંહ જાડેજા, થોરડી સરપંચ અશોકસિંહ જાડેજા, આચવડ સરપંચ રેવતુંભા ચોહાણ, શિક્ષક વીરભદ્રસિંહ જાડેજા મેઘાવડ, ઉપસરપંચ અનિરૂધસિંહ ચૂડાસમા, મહાવીરસિંહ જાડેજા કલ્યાણ પેટ્રોલિયમ સાતોદડ, યુવા અગ્રણી વિજયસિંહ જાડેજા ચરેલ, અનિરૂધ્ધસિંહ જાડેજા સાતોદડ, બળુભા જાડેજા સાતોદડ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રસિંહ જાડેજા સાતોદડ અને હિતુભા ચુડાસમા ચરેલએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના પ્રણેતા રવિરાજસિંહ જાડેજા ચરેલ(રામદૂત પેટ્રોલિયમ) અને યુવા ટીમએ જહેમત ઉઠાવી હતી.