રાજકીય જાહેરાતોથી ગૂગલને રૂા. રપ૬ કરોડની કમાણી

0

લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ભલે ઓછી બાહ્ય પ્રવૃત્તિ થઈ હોય, પરંતુ ડિજિટલ ચૂંટણી પ્રચાર ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર તેની ટોચ પર છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૧ જાન્યુઆરીથી ૨૧ મે ૨૦૨૪ વચ્ચે ગૂગલે દેશમાં માત્ર રાજકીય જાહેરાતોથી જ ૨૫૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

માત્ર એપ્રિલ અને મે મહિનામાં જ ગૂગલને ૧૬૦ કરોડ રૂપિયાથી વધુની રાજકીય જાહેરાતો આપવામાં આવી હતી. આમાંથી બે તૃતીયાંશ કરતાં વધુ વિડિયો જાહેરાતો છે. દેશમાં ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેરાતો આપવામાં ભાજપ મોખરે રહ્યું છે, જ્યારે કોંગ્રેસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ જાહેરાતો પર સૌથી વધુ ખર્ચ કર્યો છે. જ્યારે છત્તીસગઢમાં માત્ર નજીવી ડિજિટલ જાહેરાતો આપવામાં આવી હતી.
ગૂગલના એડ ટ્રાન્સપરન્સી ડેટા અનુસાર, દેશમાં ભાજપે જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં ગૂગલની જાહેરાતો પર ૧૦૦ કરોડ રૂપિયા ખચ્ર્યા છે. તેમાંથી માત્ર મે મહિનામાં જ રૂ.૪૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે. જ્યારે કોંગ્રેસ ૩૯ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ એડવર્ટાઇઝિંગના મામલે બીજા સ્થાને છે.

વધુ માહીતી મેળવો અમારા ઈ-પેપર પર

error: Content is protected !!