ચોકી(સોરઠ)પોલીસ ચેક પોસ્ટ પાછળ આવેલા કારખાનામાંથી વેલ્ડીંગ પેટી, ગેલ્ડર સહિત ફેબ્રીકેશનના માલની ચોરી થયાની ફરીયાદ જૂનાગઢ તાલુકા થાણે નોંધાઈ છે.
આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરીયાદી હર્ષદભાઈ પ્રવીણભાઈ મુળીયાસયાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ ચોકી (સોરઠ) પોલીસ ચેક પોસ્ટ પાછળ લાલભાઇના કારખાનામાં શેડનુ ફેબ્રીકેશનનુ કામ રાખેલ હોય જેમાથી રાજદિપ વેલ્ડીંગ ટેકનોલોજી કંપની વેલ્ડીંગની પેટી કિ.રૂા.૭૨૫૦ તથા ગેલ્ડર આશરે કિ.રૂા.૩૦૦૦ તથા થ્રીફેસ બોર્ડ આશરે કિ.રૂા.૨૫૦ તથા ૬૦ મીટર વાયર તથા પેટીનુ ત્રીસ મિટર વાયર આશરે કિ.રૂ.૫,૦૦૦- એમ કુલ રૂા.૧૫.૫૦૦ના મુદામાલ કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ આંત્રોલીયાએ હાથ ધરી છે.