કેશોદમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં સાળાએ બનેવી ઉપર હુંક જેવા હથીયાર વડે હુમલો કરી ગરદન, માથાના ભાગે , આંખના ભાગે ગંભીર ઈજાઓ કર્યાની ફરીયાદ કેશોદ પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસ મથકે અશ્વીનભાઈ ઉર્ફે લાલો માણસુરભાઈ લીલાએ મુકેશભાઈ રામચંદ્રભાઈ ક્રિસણાણી રહે.અગતરાયવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને તેની પત્ની સાથે ઝગડો ચાલતો હોય અને બન્ને અઠવાડીયાથી બોલતા ચાલતા ન હોય જેથી આરોપી કે જે ફરીયાદીનો સાળો થતો હોય જે ફરીયાદીને મળી સમાધાનની વાતચીત દરમ્યાન એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ભુંડી ગાળો કાઢી ઢિકાપાટુનો માર મારી ફરીયાદીના ટ્રક માથી સ્ટેપ્લી હુંક કાઢી ફરીયાદીને ગરદનમા ડાબી સાઇડ મારી તથા બીજો ઘા માથામા જમણી સાઇડે મારી તથા ત્રીજો ઘા ફરીયાદીની જમણી આંખ ઉપર મારતા હુંક આંખમા લાગી જતા આંખ ફોડી નાંખ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ઈપીકો કલમ ૩ર૬, ૩ર૪, ર૯૪(ખ), જીપીએકટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બાલાસરાએ હાથ ધરી છે.