જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના જુની ચાંવડ ગામે રહેતી એક પરિવારની ૧૬ વર્ષ ૯ મહિનાની ઉંમર ધરાવતી એક બાળાને મોણીયા ગામના હર્ષીલ મુકેશભાઈ પટોળીયા નામનો શખ્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ સગીર બાળાએ પોલીસમાં નોંધાવતા પોલીસે આ કામના આરોપી વિરૂધ્ધ કલમ ૩પ૪(ડી), પ૦૬(ર), પ૦૪, પોકસો એકટ કલમ ૧ર અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વિસાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આઈ. સુમરા ચલાવી રહ્યા છે.