જૂનાગઢ શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આવેલા એક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા.રપ,૭ર૦નો મુદ્દામાલ જપ્ત કરી અને ચાર મહિલા સહિત સાત સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ દેવાભાઈએ જાતે ફરિયાદી બની પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર જાનુબેન રામભાઈ જાદવ(ઉ.વ.૪૦) ગુજરાત હાઉસિંગ બોર્ડ, એમ-૪, બ્લોક નં-૬૬૩ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં પોતાના અંગત ફાયદા સારૂ બહારથી મહિલા તથા પુરૂષોને બોલાવી અને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો અને સ્થળ ઉપરથી કુલ રૂા.રપ,૭ર૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને આ જુગારના દરોડા અંગે જાનુબેન રામભાઈ જાદવ, કિરણબેન ધવલભાઈ ગોહિલ હાલ રાજકોટ, અલ્પાબેન નાથાભાઈ સાવલીયા રહે.ઝાંઝરડા રોડ, શારદાબેન હરીભાઈ આસોદડીયા રહે.ઝાંઝરડા રોડ, શોભનાબેન જગદિશભાઈ સંતોકી રહે.વધાવી, રફીક યુસુફભાઈ મલેક રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ મયુર કાંતીલાલ મહેતા રહે.મધુરમ નાગરીક બેંક સોસાયટી પાસે વિગેરે સામે જુગાર ધારાની કલમ ૪, પ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી. વણઝારા ચલાવી રહ્યા છે.