મેંદરડા : ૧.૪૦ લાખનાં બકરા વેચાતા રાખી ચેક આપ્યો, રિટર્ન થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

0

મેંદરડાના દેવગઢ ગામે રહેતા મહેબૂબભાઈ ઉર્ફે બબો સુમારભાઈ નોઈડાને પોતાના સાત બકરા વેચવા હોય જે માટે તેમણે તા. ૧૨ મેના રોજ પીપળાના પાન નામની એપ્લિકેશનમાં બકરાના ફોટા અપલોડ કર્યા હતા. આ પછી વેરાવળના ડારી ગામના અમર હાજીભાઈ જીકાણીએ હાજી અમીન હાજી દૂર્વેશ નામથી ખોટું નામ ધારણ કરી ફોનમાં વાત કરી અને બકરા રૂપિયા ૧.૪૦ લાખમાં વેચાતા રાખ્યા હતા અને બાદમાં તા.૧૩મે ના રોજ જીજે-૧૧-ઝેડ-૨૧૪૮ નંબરના બોલેરો જેવા પેક વાહનમાં બે શખ્સ આવી બકરા ભરી જઈ ફેડરલ બેંકનો ચેક આપી ગયા હતા. પરંતુ મહેબુબભાઇએ આ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવતા ચેક રિટર્ન થતા તેમણે અમરભાઈ સાથે વાત કરતા તેણે ફોન બંધ કરી દઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા મેંદરડા પોલીસે ૩ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

error: Content is protected !!