ચાલુ વર્ષે નૈઋત્ય ચોમાસુ સારૂ રહેશે: સામાન્ય કરતા વધુ ૧૦૬ ટકા વરસાદ નોંધાશે
દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે નૈઋત્ય ચોમસાને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ વર્ષે સરેરાશથી વધુ વરસાદ પડશે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ૧૦૬ ટકા વરસાદ વરસવાની સંભાવના છે. દેશમાં ચોમાસુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી રહેવાની સંભાવના છે. જૂનથી ઓગસ્ટ, ૨૦૨૪માં લા નિનાની સ્થિતિ વિકસિત થવાની શક્યતા છે. જેને પગલે ઉત્તર પશ્ચિમ ભારતમાં ૩૦ મે પછી ગરમી ઓછી થવાની સંભાવના છે. હવામાન વિભાગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિના એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અલ નિનો હાલ ખતમ થઈ રહ્યું છે.
હવે લા-નિના વિકસિત થઈ શકે છે અને તે જૂનથી ઓગસ્ટમાં વિકસિત થઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસમાં કેરળ પહોંચવાની સંભાવના છે. જયારે દિલ્હીમાં ૨૯ જૂને પહોંચવાની અપેક્ષા છે, જયારે રાજસ્થાનમાં ૭ જુલાઈએ નૈઋત્ય ચોમાસુ પહોંચવાની વકી છે. પૂર્વ તટ પર બંગાળની ખાડીની તુલને પશ્ચિમ તટ પર સ્થિત અરબ સાગર વધુ ઠંડો રહે છે, એટલે ત્યાં વધુ વાવાઝોડા પણ આવે છે. સમુદ્રમાં પાણી ઠંડા હોવાને કારણે લા નિનાની સ્થિતિ બને છે અને મોન્સુનના મહિનાઓમાં તેજ અને અને ભારે વરસાદ થાય છે- આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.