આગામી તા.૪ જુને પરીણામ જાહેર થનાર છે : સંબંધિત તમામની મીટ
લોકસભાની સામાન્ય ચૂંટણી ર૦ર૪ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને આગામી તા.૪ જુને પરીણામ આવી જવાના છે ત્યારે જૂનાગઢ સહિત દેશભરમાં ચૂંટણીના પરીણામોને લઈને લોકોમાં ભારે ઈંતેજારી જાેવા મળી રહી છે. જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર કોણ વિજેતા બનશે તે અંગેની પણ અટકળો શરૂ થઈ ગઈ છે અને સંબંધિત તમામની મીટ આ ચૂંટણી પરીણામ ઉપર રહેલી છે.
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અબકી બાર ૪૦૦ કે પારના લક્ષ્યાંક સાથે તેમજ ગુજરાતની ર૬એ ર૬ બેઠક ઉપર પાંચ લાખ મતોની લીડથી વિજય પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ હતો. ચૂંટણીના તબક્કાઓ હવે પુરા થઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતની ર૬ લોકસભાની બેઠકની વાત કરીએ તો એક બેઠક ચૂંટણી પહેલા જ સુરતની ભાજપે અંકે કરી છે અને રપ બેઠકોના પરીણામની રાહ છે. આગામી તા.૪ જુને મતગણતરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરી કૃષિ અને ઈજનેરી મહાવિદ્યાલય ખાતે યોજવામાં આવનાર છે અને જે અંગેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર સતત ત્રીજી વખત ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જાેટવા વચ્ચે સીધો જંગ હતો અને આ ચૂંટણીમાં બંને પક્ષ તરફથી જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. વર્તમાન રાજકીય સ્થિતિ, વર્તમાન પ્રવાહો અને ક્યાંકને ક્યાંક પ્રજાકીય પ્રશ્નો તેમજ લોકોમાં અસંતોષ સહિતના પ્રશ્નોને લઈને રાજકીય નિષ્ણાંતો દ્વારા આ ચૂંટણીના પરીણામ અંગે ગણીતો માંડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ સાથે લોક સમુદાયમાં પણ અનેક અટકળો ચાલી રહી છે. દરમ્યાન વર્તમાન સ્થિતિ જાેતા પરિણામ આવ્યા પહેલા કંઈક કહેવું ભુલ ભરેલું ગણાશે. જાેકે જૂનાગઢની બેઠક ઉપર કોણ વિજેતા થવાનું છે તે ઉપર બુકીઓ દ્વારા તો બેટ લગાવવામાં આવી રહી છે. ટુંકમાં જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર કોણ વિજય બનશે તે અંગે સંબંધિત તમામની મીટ મંડાયેલી છે અને આગામી તા.૪ જુને મતગણતરી અને તેના પરીણામની ઈંતેજારી લોકોમાં જાેવા મળી રહી છે.