વિજાપુરનાં સરપંચ વિરૂધ્ધ નોંધાયેલ ફરીયાદમાં ફેર તપાસ કરવા ગ્રામજનોએ આવેદન આપ્યું

0

ગત તા. રપ મેનાં જૂનાગઢ એ ડીવીઝન પો. વિસ્તારમાં બનેલી ઘટનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

જેમાં જૂનાગઢ તાલુકાનાં વિજાપુર ગામનાં સરપંચ પરેશભાઈ મોરવાડીયા તેમજ નવનિતભાઈ ચાવડા સામે વરૂણભાઈ ચાવડાએ ફરીયાદ દાખલ કરેલ છે. જેમાં આજરોજ વિજાપુર ગામનાં લોકોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ જૂનાગઢ એસપીને આવેદન પત્ર આપી વિજાપુર ગામનાં સરપંચ વિરૂધ્ધ થયેલ ફરીયાદમાં ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવી તેમજ લુંટનો આરોપ નાખવામાં આવેલ છે. તે તદન ખોટો આરોપ છે તેમ જણાવી ફેર તપાસ કરવા આવેદનપત્રમાં માંગણી કરી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઉપરોકત કેસમાં પરેશભાઈ મોરવાડીયા અને નવનિતભાઈ ચાવડા સમાજમાં મોટુ નામ ધરાવે છે, આગેવાન છે, ખુબ સારી આબરૂ ધરાવે છે, પરંતુ ફરીયાદી દ્વારા લુંટનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરેલ છે. ફરીયાદી પોતાની દુકાનમાં સીસીટીવી પણ ધરાવે છે જેથી પોલીસે સીસી ટીવી ફુટેજ ચેક કરી યોગ્ય તપાસ કરવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવેલ છે.

error: Content is protected !!