સોમનાથના જુના મ્યુઝયમ પાછળથી દિપડો પકડાયો

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલ જુના મ્યુઝયમ પાછળ દિપડો આવતો હોવાનું અવાર-નવાર જાણવા મળતા વેરાવળ રેન્જ ફોરેસ્ટ અધિકારીએ દિપડાને પકડવા પાંજરૂ ગોઠવેલ જેમાં આજે સવારે દિપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ અધિકારી કે.ડી. પંપાણીયા તથા સ્ટાફે આ સમગ્ર કામગીરી પાર પાડી દિપડાને અમરાપુર એનીમલ કેર સેન્ટર રવાના કરાયો છે. આ વખતે અદ્યતન ટેકનોલોજીનું પાંજરૂ મુકાયેલ જેને કારણે દિપડો પાંજરામાં કેદ થવા છતાં બકરાનો જીવ બચી ગયેલ છે.

error: Content is protected !!