જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં સગા બાપે જ હવસખોર થઈ સગી દીકરીને મુંગો આપી દુષ્કર્મ આચર્યું હોવાની અને અન્ય એક શખ્સે પણ બળજબરીથી સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ સગીરાએ નોંધાવતા ભારે ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર મધ્યપ્રદેશના બડવાની જિલ્લાનો એક શખ્સ ભેસાણ નજીકના ગામમાં આવેલ ફૂડ કારખાનામાં ૧૪ વર્ષની દીકરી અને ૧૦ વર્ષના દીકરા સાથે મજૂરી કામ કરે છે. આ પરપ્રાંતીય પરિવારની સગીરા ઉપર એક શખ્સે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગી દીકરીને પતાવી દેવાની ધમકી પિતાએ મોં ઉપર મુંગો દઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. બે માસથી પિતાએ શારીરિક અત્યાચાર ગુજારી પરેશાન કરતા આખરે ૧૪ વર્ષીય તરૂણીએ સોમવારની સાંજે ફરિયાદ કરતા ભેસાણના પીએસઆઇ એમ. એન. કાતરીયાએ સગીરાના પિતા અને અન્ય શખ્સ સામે કલમ ૩૭૬(૨)(એન), ૩૭૬(૩), ૫૦૬(૨), પોક્સો એક્ટની કલમ ૪, ૮, ૧૨, ૫(એલ) (એન) મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ ફરિયાદના આધારે ઇન્ચાર્જ સીપીઆઇ બી. બી. કોળી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે ઇન્ચાર્જ સીપીઆઈ બી.બી. કોળીએ જણાવ્યું હતું કે, દુષ્કર્મનો ભોગ બનેલી ૧૪ વર્ષીય સગીરા, તેનાથી નાનો ભાઈ અને પિતા સાથે ડુંગળીનાં કારખાનામાં કામ કરે છે. સગીરા સાથે બળજબરીથી સંબંધ બાંધનાર શખ્સ તેના દેશમાં ભાગી ગયો છે. તેને ઝડપી લેવા એક ટીમને મોકલવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે. જ્યારે સગીરાના પિતાની અટક માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.