જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તાર ખાતે આવેલ ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કંપની ખાતે તા.ર૮-૫-૨૪ને મંગળવારનાં રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજનાં સહયોગ સાથે આ કેમ્પ યોજવામાં આવેલ હતો. રકતદાન મહાદાન એ કહેવત અહીં સાર્થક થતી હોય તે મુજબ સીવીએમ ખાતે યોજાયેલા આ કેમપમાં ૧૦૦ બોટલ જેટલું રકત એકત થઈ ગયું હતું અને આ રકતનાં કારણે ઘણી માનવ જીંદગીઓ બુઝાતી અટકશે અને ઘણાં લોકોને નવી જીંદગી મળશે. આ કેમ્પમાં ૧૦૦ બોટલ રક્તની એકત્રિત કરણ કરવામાં આવેલ હતી. અને આ તમામ રક્તની બોટલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવતા થેલેસેમીયા ગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવા કરવા માટે અર્પણ આવેલ હતી. આ તકે મેડીકલ કોલેજનાં ડોક્ટર તેમજ સ્ટાફે આવી જ રીતે સમાજમાં જાગૃતતાં ફેલાય અને રકતદાન કેમ્પ યોજાતાં રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ રકતદાન કેમ્પમાં સીવીએમ કંપનીના તમામ એમ્પલોય અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા પણ સહયોગ આપવામાં આવેલ હતો તેમ રોહિત અપારનાથીની એક યાદીમાં જણાવેલ હતું.