જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આજે આંધી સાથે ભારે પવન ફુંકાયો છે અને જેને લઈને આજે પણ રોપવે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આજે સવારથી જ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હવામાનમાં પલ્ટો તેમજ વાદળ છાયું વાતાવરણ સવારના ભાગે સર્જાયું હતું. આ સાથે જ ગરવા ગિરનાર ઉપર પણ ભારે પવન ફુંકાયો હતો. ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજી તેમજ ભગવાન ગુરૂ દત્તાત્રેયના દર્શને યાત્રિકોનો સતત પ્રવાહ રહેતો હોય છે અને રોપવેના માધ્યમથી આ ધાર્મિક સ્થળોએ લોકો દર્શનાર્થે જતા હોય છે. દરમ્યાન આજે આંધી સાથે ભારે પવન ફુંકાવાના કારણે રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી.(તસ્વીર ઃ વિજય ત્રિવેદી)