ચૂંટણી પરીણામનાં દિવસે શેરબજારમાં ઉલટફેરની શકયતા: ૪પ મીનીટ ટ્રેડીંગ બંધ રહેશે

0

લોકસભા ચૂંટણીનાં પરિણામના દિવસે શેરબજારમાં ઉચ્ચ પ્રવાહિતાની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે તો બજારની સ્થિતિ કેવી રહેશે એ અંગે જાહેરાત કરાઈ છે. ચૂંટણીનાં પરિણામ ૧ વાગ્યા પહેલાં સ્પષ્ટ થઈ જશે અને માર્કેટ ૧૦ ટકા ઉપર કે નીચે તરફ રહેશે તો એવા કિસ્સામાં ૪૫ મિનિટ્‌સ માટે ટ્રેડિંગ અટકાવાશે. માર્કેટમાં ૧૦ ટકા સર્કિટ ૧ વાગ્યાથી ૨.૩૦ની વચ્ચે લાગશે તો ૧૫ મિનિટ્‌સ માર્કેટમાં કામકાજ અટકાવાશે અને ૧૫ મિનિટ્‌સ પ્રી- ઓપન કોલ ઓક્શન સેશન રહેશે.


જ્યારે ૨.૩૦ પછી ૧૦ ટકાની સર્કિટના કિસ્સામાં કામકાજ બંધ નહીં રહે. ૧૫ ટકાની સર્કિટના કિસ્સામાં ૧ વાગ્યા પહેલાં લાગશે તો બજાર ૧.૪૫ મિનિટ્‌સ થંભી જશે અને તે પછી ૧૫ મિનિટ્‌સ પ્રી-ઓપન સેશન રહેશે. ૧થી ૨.૩૦ વાગ્યા દરમિયાન ૪૫ મિનિટ્‌સ બજાર બંધ રહેશે અને તે પછી ૧૫ મિનિટ્‌સ પ્રી-ઓપન સેશન રહેશે, જ્યારે ૨ વાગ્યા પછી સર્કિટ લાગશે તો તે પછી કામકાજ નહીં થાય. જ્યારે ૨૦ ટકાની સર્કિટ બજાર કામકાજ દરમિયાન લાગશે તો કામકાજ થંભી જશે.

વધુ માહીતી મેળવો અમારા ઈ-પેપર પર

error: Content is protected !!