હેલ્થ ઈન્સ્યોરન્સનાં નિયમોમાં ધરખમ ફેરફાર કેશલેસ કલેઈમ ત્રણ કલાકમાં કલિયર થશે

0

સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા પછી, સારવારનો ખર્ચ આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે, પરંતુ ક્લેમ સેટલમેન્ટની લાંબી પ્રક્રિયા દર્દી અને તેના પરિવારને મુશ્કેલીમાં મૂકે છે. સારવાર પૂરી થયા બાદ ડોક્ટર દ્વારા ઘરે જવાની પરવાનગી આપવામાં આવે છે, પરંતુ હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઈમ સેટલમેન્ટ માટેનો સમય એટલો લાંબો થઈ જાય છે કે દર્દીને ઘણા કલાકો સુધી હોસ્પિટલમાં રાહ જાેવી પડે છે. સંબંધીઓ TPA ડેસ્ક પર આવતા રહે છે અને દર્દી ઘરે પાછા ફરવાની રાહ જુએ છે, પરંતુ હવે આ કલાકોની રાહનો અંત આવશે. હેલ્થ ઈન્સ્યોરન્સના ક્લેમ સેટલમેન્ટના નિયમોમાં ફેરફાર થશે.


ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી બોડી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા એ સ્વાસ્થ્ય વીમા સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. નવા ફેરફારો વીમાધારકોને રાહત આપશે. IRDAI એ આરોગ્ય વીમા પરના ૫૫ પરિપત્રોને રદ કરતો મુખ્ય પરિપત્ર બહાર પાડ્‌યો છે. નવા માસ્ટર સર્ક્‌યુલર મુજબ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીધારકોના દાવા હવે ૩ કલાકમાં સેટલ થઈ જશે.

error: Content is protected !!