લોકસભાની પ૭ બેઠકો પર મતદાન: સાંજથી એકઝીટ પોલ

0

દેશના આઠ રાજયોની ૫૭ બેઠકો પર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. ભીષણ ગરમી વચ્ચે ચૂંટણીનો આ છેલ્લો રાઉન્ડ છે અને ૬ વાગ્યે મતદાન પુરૂ થયા બાદ ૬.૩૦ કલાકથી એકઝીટ પોલ આવવાનું શરૂ થઇ જશે. તા. ૪ જુનના રોજ મત ગણતરી થવાની છે.
બિહાર, હિમાચલ, ઝારખંડ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરપ્રદેશ, પ.બંગાળ, ચંદીગઢના મતદાન ચાલુ છે. તો અગાઉ ૬ તબકકામાં ૪૮૬ બેઠક પર મતદાન થઇ ચુકયુ છે. આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, લાલુપ્રસાદ યાદવ, મિથુન ચક્રવર્તી, હરભજનસિંહ સહિતના મહાનુભાવોએ મતદાન કર્યુ હતું.


આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રારંભીક ૪ કલાકમાં સરેરાશ રપ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં ર૮ ટકા, ઝારખંડમાં ૩૦ ટકા, હિમાચલ પ્રદેશમાં ૩ર ટકા, પંજાબમાં ૩૩ ટકા, ઉત્તરપ્રદેશમાં ર૮ ટકા, બિહારમાં ર૪ ટકા અને ઓડીસામાં ર૩ ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણીપંચની વેબસાઈટનાં આંકડા મુજબ જણાવાયું છે.
આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ૫ાંચ કેન્દ્રીય મંત્રીઓ આરકે સિંહ, અનુરાગ ઠાકુર, અનુપ્રિયા પટેલ, મહેન્દ્ર નાથ પાંડે અને પંકજ ચૌધરી મેદાનમાં છે. ૪ કલાકારો- કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે.
આ સિવાય મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આજે સાતમા તબક્કાની ચૂંટણીમાં ૯૦૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ૮૦૯ પુરૂષ અને ૯૫ મહિલા ઉમેદવારો છે.

error: Content is protected !!