અમેરીકામાં સૌપ્રથમવાર ટી-ર૦ વર્લ્ડકપ: આવતીકાલે ઉદ્‌ઘાટન મેચ સાથે ક્રિકેટનાં મહાસંગ્રામનો પ્રારંભ

0

ભારતમાં આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ બાદ હવે ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનો મહાસંગ્રામ શરૂ થવા જઇ રહ્યો છે. હવે અમેરિકાના ન્યુયોર્કમાં ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે ૬ વાગ્યે ઉદઘાટન મેચ અમેરિકા અને કેનેડા (ડલાસ, ટેકસાસ) વચ્ચે રમાશે. તો ભારતના તમામ મેચ રાત્રે ૮ વાગ્યે શરૂ થવાના છે.

અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-ર૦ ક્રિકેટ જંગનું પહેલીવાર આયોજન કરવામાં આવ્યું છે. તા.૨ જૂનથી ૨૯ જુન દરમિયાન અમેરિકામાં ૧૬ અને વેસ્ટ ઇન્ડિઝમાં ૩૯ મળી કુલ ૫૫ મેચ રમાશે. પ્રથમ વખત ૨૦ ટીમોએ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. બીજાે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા માટે તા.૫ જુનથી ભારતની સફર શરૂ થશે. ટીમ ઇન્ડિયાનો પહેલો મેચ ન્યુયોર્કમાં આયરલેન્ડ સામે છે. ભારતીય ટીમ ૧૭ વર્ષ બાદ ફરી આઇસીસી ટ્રોફી જીતે તેવું કરોડો ક્રિકેટ ચાહકો ઇચ્છી રહ્યા છે. આવતીકાલના ઉદઘાટન મેચમાં અમેરિકાના કપ્તાન મોનાંક પટેલ અને કેનેડાના કપ્તાન સાદ બિન ઝફર છે. આ ક્રિકેટ જંગની ફાઇનલ મેચ તા. ૨૯ જુને કેનસિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે રમાશે. ટુર્નામેન્ટમાં પહેલી વખત ૨૦ ટીમો ભાગ લે છે જેમાં ૧૧ ટીમ આઇસીસીની પૂર્ણ સદસ્ય અને ૯ દેશ એસોસીએટ છે. ટુર્નામેન્ટમાં સ્ટોપ કલોક નિયમ હેઠળ બીજી ઓવર ૬૦ સેકન્ડમાં શરૂ કરવી પડશે. અમેરિકામાં પહેલીવાર કોઇ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઇ રહી છે. બહારથી બનાવવામાં આવેલી ડ્રોપ ઇન પીચનો પણ પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

error: Content is protected !!