કોમર્શીયલ સિલિન્ડરનાં ભાવમાં રૂા. ૭રનો ઘટાડો

0

જૂન મહિનો શરૂ થતાં જ લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે (૧ જૂન) દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ સતત ત્રીજાે મહિનો છે જયારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ કંપનીઓએ હજુ સુધી ૧૪.૨ કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. ૈર્ંંઝ્રન્ની વેબસાઈટ અનુસાર, નવા દરો ૧ જૂન, ૨૦૨૪થી લાગુ કરવામાં આવશે.


મતદાનના સાતમા તબક્કાની શરૂઆત પહેલા જ કંપનીઓએ સવારે ૬ વાગ્યે કોમર્શિયલ એલપીજી ગ્રાહકોને ભેટ આપી છે. જાે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૬૯.૫૦ રૂપિયાનો ઘટાડો થશે, સિલિન્ડરની કિંમતમાં ૭૨ રૂપિયાનો ઘટાડો થશે. તેમાં રૂા. ૬૯.૫૦નો ઘટાડો થશે અને ચેન્નાઇમાં રૂા. ૭૦.૫૦ સસ્તો થશે. આ ઘટાડો માત્ર કોમર્શિયલ એલપીજી ગ્રાહકો માટે છે, હાલમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

error: Content is protected !!