તાઃ૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનરશ્રી એ.એસ. ઝાંપડાની સુચના અન્વયે જૂનાગઢ, મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધામિર્ક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.
શહેરમાં વિવિધ હોસ્પિટલમાં તાઃ૨૯/૦૫/૨૦૨૪ અને તાઃ૩૦/૦૫/૨૦૨૪ ના રોજ ફાયર શાખા તથા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સર્વે હાથ ધરાયેલ.આ હોસ્પિટલો પૈકી ફાયર શાખા દ્વારા ફાયર એન.ઓ.સી. મુદત વીતી ગયેલ કુલ ૧૫ હોસ્પિટલોને ગઈકાલે તાઃ૩૧/૦૫/૨૦૨૪ના રોજ (૧) શુભમ મેટરનીટી હોસ્પિટલ, (૨)૨ીબર્થ આઈ.સી.યુ. એન્ડ હોસ્પિટલ, (૩) વક્તા ડેન્ટલ કેર,(૪) લીટલ વિંગ્સ ન્યુ બોર્ન એન્ડ પીડીયાટ્રીક ક્રીટીકલ કેર હોસ્પિટલ (૫) ઠેસિયા મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ (૬) સામવેદ ઓર્થોપેડિક હોસ્પિટલ (૭) ક્રિષ્ના ઈ.એન.ટી. હોસ્પિટલ (૮) પ્રેરણા હોસ્પિટલ (૯) પાનસુરીયા નિદાન કેન્દ્ર (૧૦) પટોડિયા મેટરનીટી હોસ્પિટલ (૧૧) કિરણ ઇમેજિંગ સેન્ટર (૧૨) શ્રીજી કોમ્પ્લેક્ષ હોસ્પિટલ બિલ્ડીંગ (૧૩) અવધ મેટરનીટી હોસ્પિટલ (૧૪) અવધ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. (૧૫) વડાલીયા ઇન્ટેન્સીવ કેર હોસ્પિટલને ફાયર પ્રિવેન્સન અને લાઈફ સેફટી મેઝર્સ એક્ટની જોગવાઈઓ અનુસારની ધારાસરની નોટીસ ઈશ્યુ કરેલ છે.આ ઉપરાંત ગીરનાર રોડ પર આવેલ માંગલ્ય પાર્ટી પ્લોટની પાસે આવેલ સાયન્સ મ્યુઝીયમ પાસે ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ ન હોય તેથી તેઓને પણ ધારાસર નોટીસ ઈશ્યુ કરેલ છે.આ ઉપરાંત જુનાગઢ શહેરની શાળા, કોલેજો, હોસ્ટેલ ઇમારતોમાં અલગ અલગ કુલ ૩ ટીમ દ્વારા ફાયર સેફટી ઇન્સ્પેકશનની કાર્યવાહી હાલ કાર્યરત છે.
શહેરમાં ગઈકાલે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ૩૩ ટ્યુશન કલાસીસ (૧) એકિસસ ઇન્સ્ટીટયુટ (૨) સ્વર સંગીત એકેડમી (૩) ભાગ્યશ્રી લાઈબ્રેરી (૪) યુસી માસ (૫)સ્વામી વિવેકાનંદ (૬) વેબદંચ ટયુશન કલાસીસ (૭) સાઈ ઇન્સ્ટીટયુટ (૮) એકલવ્ય એકેડમી (૯) અલ્ટ્રા કોમ એકેડમી (૧૦) ક્રિષ્ના એકેડમી (૧૧) શિક્ષા એકેડમી (૧૨) મહાદેવ એન્જીનિયરીંગ (૧૩) ઈન્વોઈસ એજયુકેશન (૧૪) સ્ટેનો એકેડમી (૧૫) ગ્લોબલ કોમ્પ્યુટર (૧૬) એમ.સી.સી. એકેડમી (૧૭) સ્ટાર કેરીયર (૧૮)વિનાયક એકેડમી (૧૯)મુરલીધર એકેડમી (૨૦)સ્ટડી વેલ (૨૧) રાશી એન્ટરપ્રાઈઝ (૨૨) જાવ્યા કલાસીસ (૨૩) કોમ્પીટીટીવ કેરીયર પોઈન્ટ (૨૪) ટાર્ગેટ એકેડમી (૨૫) આર.વી. ટયુશન કલાસીસ (૨૬) સ્ટેપ એકેડમી (૨૭) ડેલ્ટા કલાસીસ (૨૮) મોનાર્ક ઇન્સ્ટીટયુટ ઓફ ઈંગ્લીસ (૨૯) નુતન ટયુશન કલાસીસ (૩૦) ન્યુ એરા (૩૧) શ્રી કમ્પ્યુટર ક્લાસ (૩૨) એક્સીસ એકેડેમી (૩૩) જ્ઞાન સાધના બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા નોટીસ આપી સીલ કરવામાં આવ્યા હતા. તેમજ બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતી ૧૫ (પંદર) હોસ્પીટલ (૧) ડો.વિષ્ણુ ઢોલ ડોકટર હાઉસ (૨) ડો.અરવિંદભાઈ એલ.જાવીયા ડોકટર હાઉસ (૩) ડો.એન.જે.પોકીયા ડોકટર હાઉસ (૪)ડો.બી.આર.જીવાણી ડોકટર હાઉસ (પ)ડો.સંજય જી.ત્રાડા ત્રાડા હોસ્પીટલ (૬)ડો.કીરીટ પટેલ આસ્થા આયુર્વેદીક હોસ્પીટલ (૭)ડો.પરેશ સી. પરસાણીયા (૮)ડો.વિપુલ માકડીયા વિઝન આંખની હોસ્પીટલ (૯)ડો.અનિલ તકવાણી (૧૦) ડો.કે.એલ. કોટડીયા (૧૧)ડો.જીજ્ઞા શાહ (૧૨)ડો. અક્ષય અંબાસણા (૧૩)ડો. આશીષ વાછાણી અર્પણ હોસ્પીટલ (૧૪) ડો.મનીષ સોઢા (૧૫) લીલાવંતી હોસ્પિટલ નો સર્વે કરી ખાલી કરવા / બી.યુ.મેળવી રજુ કરવા માટે નોટીસ આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં આવેલ કોલેજો, પ્રાથમિક શાળામાં ફાયર એન.ઓ.સી. તથા બી.યુ.પરમીશન ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે.