જૂનાગઢના ગલીયાવાડના એક રિક્ષા ચાલક યુવાન સાથે ચાર શખ્સોએ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતો વિડીયો ઉતારીને ખિસ્સામાંથી પ૦૦ રૂપીયા કાઢી લઈને ર૦ હજારની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને ઝડપી લીધા છે. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢના ગલીયાવાડ ગામમાં રહેતા રીક્ષા ચાલક અફસાજ અબ્દુલ સીડા(ઉ.વ.ર૪) નામના યુવાને વીડી લોલાડીયા, શાહનવાજ કોલીયા(ઉપલેટા), વારીશ બુખારી(ધોરાજી), અસ્લમ બુખારી(જામનગર) નામા ચાર શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તા.૩૧ના રોજ સાંજના અફસાજને મોબાઈલમાં બ્લુ એન્ડ લાઈફ નામની એપ્લીકેશનથી વીડી લોલાડીયા સાથે વાતચીત થયેલ અને અફસાજને મળવા બોલાવ્યો હતો. જેથી અફસાજ મળવા ગયેલ ત્યારે તેને હોટેલે ચા-પાણી પીવડાવ્યા હતા. બાદમાં વીડી તેને બાઈક ઉપર બેસાડીને ગલીયાવાડ નજીક આવેલ નદીના પુલ નીચે લઈ જઈને કપડા ઉતારી સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી. તે સમયે અચાનક અન્ય આરોપીઓ શાહનવાજ, વારીશ અને અસ્લમ આવી ગયેલા અને તેઓ બધા આરોપીઓને અફસાજને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારીને બાઈકમાં બેસાડીને વડાલ પાસે આવેલા જુના મંદિરે લઈ ગયેલા હતા. ત્યાં બળજબરીથી ખિસ્સામાંથી પ૦૦ રૂપીયા કાઢી લઈને શાહનવાજે ગળા ઉપર છરી રાખીને અફસાજના કપડા ઉતારી વીડી સાથેનો સૃષ્ટી વિરૂધ્ધનો કૃત્ય કરતા હોય તેવો વિડીયો ઉતારીને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ર૦ હજાર રૂપીયાની માંગણી કરીને મારી નાખવાની ધમકી દીધાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ કરી હતી અને આ કેસમાં સંડોવાયેલા વિશાલ ઉર્ફે વીડી રાયમલ લોલાડીયા(ઉ.વ.ર૧) રહે.જામનગર, અસ્લમ અબ્દુલ બુખારી(ઉ.વ.ર૯) રહે.જામનગર, હુશેનમિયા ઉર્ફે વારીસ વાહીદમીયા મટારી(ઉ.વ.રપ) રહે.ધોરાજી, શાહનવાજ ઉર્ફે નવાબ જાવીદ કોલીયા(ઉ.વ.ર૧) રહે.ઉપલેટા નામના ચાર શખ્સોને ઝડપી લઈને તેની પાસેથી પ૦૦ રોકડા, બે બાઈક, ૪ મોબાઈલ, એક છરી સહિતનો ૬૦,પ૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.