સેન્સેકસમાં ૬ર૦૦, નીફટીમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો

0

શેરબજાર ઉંધે માથે પછડાયુંઃ રોકાણકારોનાં રૂા.ર૦ લાખ કરોડનો સફાયોઃ ગઈકાલની તેજી આજે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ

લોકસભાની ચૂંટણીનાં પ્રારંભીક વલણમાં ઈન્ડીયા ગઠબંધને એનડીએને ભારે ટક્કર આપતા તેની અસર શેરબજાર પર જાેવા મળી છે. આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ શેરબજારમાં હાહાકાર મચી ગયો છે.
શેરબજાર ઉંધે માથે પછડાયું છે. મુંબઈ શેરબજારનાં સેન્સેટીવ ઇન્ડેક્ષ સેન્સેકસમાં બપોરે ૧ર.૦૦ કલાકે ૬ર૦૦ પોઈન્ટનો જાેરદાર કડાકો બોલી ગયો હતો જયારે નીફટીમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. સેન્સેકસ અને નીફટીમાં પ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે અને મોટાભાગનાં શેરોમાં ઉંધી સર્કીટ લાગેલી છે.


અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્‌સના શેરમાં ૯ ટકાનો ઘટાડો, અદાણી પાવરમાં ૧૦ ટકા, અંબુજા સિમેન્ટમાં ૧૦ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝમાં ૧૦ ટકાનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલના અનુમાન કરતાં ચૂંટણીની ટક્કર વધુ ટાઈટ બની છે. બજાર ખૂલતા જ શરૂઆતની ૨૦ મિનિટમાં રોકાણકારોએ રૂા.૨૦ લાખ કરોડ ગુમાવ્યા છે. મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે સવારે ૯ઃ૩૫ વાગ્યાની આસપાસ ઘટીને લગભગ રૂા૪૦૬ લાખ કરોડ થઈ ગયું હતું,

error: Content is protected !!