થાપલા ગામે સીમ વિસ્તારમાં મકાનમાં જુગારની કલબ ઉપર દરોડો : છ ઝડપાયા

0

માણાવદરના થાપલા ગામે સીમ વિસ્ત્રમાં વૃધ્ધ દ્વારા તેના મકાનમાં જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે જુગારની કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતા માણાવદર પંથકના છ શખ્સોને પ૩,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, માણાવદરના થાપલા ગામે સીમ વિસ્તારમાં રહેતા ખીમાભાઈ લાખાભાઈ રાવલીયા(ઉ.વ.૭ર) તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન જુગાર સંચાલક ખીમાભાઈ રાવલીયા, વિરમભાઈ મારડીયા, બોઘાભાઈ ભાટુ, ભીખાભાઈ સોલંકી, સંદિપ રાવલીયા, કરણ કોડીયાતર સહિત કુલ છ શખ્સોને ર૦,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!