રાત્રિ, સવારનું તાપમાન યથાવત, મહતમ વધીને ૪૧.૪ ડિગ્રી નોંધાયું

0

રાત્રિ, સવારનું તાપમાન યથાવત રહ્યા બાદ રવિવારની બપોરે મહતમ વધીને ૪૧.૪ ડિગ્રીએ પહોંચી જતા લોકો કાળઝાળ થઈ ગયા હતા. ગુરૂવારથી નવેસરથી સતત તાપમાનનો પારો ઉપર ચડી રહ્યો છે. શનિવારની રાત્રે ૩૦ ડિગ્રી તાપમાન રહ્યા પછી રવિવારની સવારે લઘુતમ તાપમાનનો પારો ૨૮.૫ ડિગ્રીએ સ્થિર થયો છે. સવારે વાતાવરણમાં પલટો ૭૮ ટકા રહ્યું હતું. આ સ્થિતિ સતત બીજા દિવસે યથાવત રહેતા સવારથી જ લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. પ્રિમોનસુન એકટીવીટી વચ્ચે શનિવારે મહતમ તાપમાનનો પારો ૪૦.૫ ડિગ્રી રહ્યા પછી રવિવારની બપોરે તાપમાન ભારે વધારા સાથે ૪૧.૪ ડિગ્રી નોંધાયું છે. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૩૪ ટકા થઈ ફરી ગરમીનું મોજુ ફરી વળ્યુ હતું. રવિવારે સવારથી શરૂ થયેલી ગરમીની સાથે ૯.૫ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા આકાશમાંથી અંગ દઝાડતી લુ વર્ષા થઇ હતી. આમ રવિવારે પણ આકરી ગરમી રહેતા લોકોની રજાની મજા બગડી ગઈ હતી.

error: Content is protected !!