વેપારીઓમાં ભારે રોષ : માંગનાથ રોડના ૮થી વધુ વેપારીઓને બીયુ મામલે મિલકત સીલ કરવાની નોટિસથી રોષ

0

જૂનાગઢના માંગનાથ રોડ ઉપરના ૮થી વધુ વેપારીઓને બીયુ સર્ટિફિકેટ મામલે બાંધકામ સીલ કરવાની મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, માંગનાથ રોડ પરની અનેક બિલ્ડીંગો જૂની પુરાની હતી જેને રિનોવેશન કરાવી ગોડાઉન તરીકે ઉપયોગ કરાય છે. ત્યારે બાંધકામ વપરાશ પ્રમાણપત્ર(બીયુ) વગર બિલ્ડીંગનો કોમર્શિયલ વપરાશ કરાતો હોય, અકસ્માત થાય તો અંદર જવા તેમજ બહાર આવવા માટેના યોગ્ય માર્ગની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોય,કોમર્શિયલ વપરાશમાં અકસ્માત થાય તો તેના નિવારણ અર્થે કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોવાનું જણાવી મહાનગરપાલિકાના સિનીયર ટાઉન પ્લાનરે આ બિલ્ડીંગોનો વપરાશ બંધ સીલ કરવામાં આવશે તેવી નોટીસ પાઠવી છે. અચાનક પાઠવેલી નોટીસથી વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.વેપારીઓએ જણાવ્યું હતું કે, આ બાંધકામોનો મોટાભાગે ગોડાઉન તરીકે ઉપપોગ કરાય છે. આ બાંધકામો કોમર્શિયલમાં નથી, પરંતુ રેસીડેન્સમાં ગોડાઉન તરીકે ઉપયોગ કરાય છેે. ત્યારે બીયુ સર્ટિ મામલે સીલ મારવાની નોટીસથી વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. એક વેપારીએ જણાવ્યું હતું કે, વેપારીઓને થતી કનડગત મામલે એક દબંગ ગણાતા નેતાને રજૂઆત કરી હતી. ત્યારે નેતાજીએ પણ જણાવ્યું હતું કે, બહું બહું તો હું સીલ મારવાની મુદ્દતમાં થોડો વધારો કરાવી શકું. બાકી આ કમિશનર બહુ કડક છે, કોઇનું માનતા કે રાખતા નથી. તમે કમિશનરને રજૂઆત કરો. ત્યારે વેપારીઓએ કહ્યુું હતું કે, અમે તમને(કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદને) મત આપીએ છીએ, કમિશનરને નહિ. માટે અમે તો તમને જ કહિએ ને ?

error: Content is protected !!