ચામડી ઉપરનો રોગ બતાવવાનું કહી અશ્લીલ વિડિયો ઉતારી મનપાના અધિકારી પાસે ૨૦ લાખની માંગ કરી

0

દુષ્કર્મનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, અંતે ફરિયાદ થતાં મહિલા સામે કાર્યવાહી

ચામડી ઉપરનો રોગ બતાવવાનું કહી અશ્લીલ વિડિયો ઉતારી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જૂનાગઢ મનપાના અધિકારી પાસે ૨૦ લાખની માગણી કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં નોકરી કરતા અને શહેરના રાયજીબાગ વિસ્તારમાં રહેતા અધિકારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, ગત તા. ૨૨ એપ્રિલના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યાના અરસામાં જેતપુરની એક આધેડ મહિલાએ મનપાના અધિકારી સાથે ઓળખાણ કરી પોતાના આધાર કાર્ડ તેમજ સરકારી કામોમાં મદદ કરવાનું કહી અધિકારી સાથે સંબંધો કેળવ્યા હતા. આ પછી મહિલાએ ચામડીના રોગની દવા દેશી ઓસડિયા આપવા માટેનું કહી વિડીયો કોલ કરાવી અને અધિકારીને કપડા ઉતારવાનું અને ન્યૂડ હાલતમાં શરીર ઉપરના ચામડી પરનો રોગ બતાવવાનું કહ્યું હતું. જેથી અધિકારીએ એ પ્રમાણે કરતા મહિલાએ પોતાના મોબાઈલમાં ન્યુડ વિડિયો રેકોર્ડિંગ કરી કામના બહાને અધિકારીને મનપા કચેરી ખાતે મળવા પહોંચી હતી. અને કચેરીની ચેમ્બરમાં બે વખત દુષ્કર્મ આચરી અને ન્યુડ થઈ વિડિયો કોલથી વાત કર્યાની અરજી મહિલાએ મનપાના અધિકારી વિરુદ્ધની અરજી પોલીસ સ્ટેશનમાં આપી તેમાં સમાધાન કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ મારફત તેમજ પોતે રૂબરૂ અધિકારી પાસે પ્રથમ રૂપિયા ૧૪ લાખ બાદમાં રૂપિયા ૩૦ લાખની માગણી કરી દુષ્કર્માના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અને છેલ્લે મનપાના અધિકારી પાસે બળજબરીથી રૂપિયા ૨૦ લાખ કઢાવવાની કોશિશ કરી હતી. આ મતલબની ફરિયાદ મનપાના અધિકારીએ રવિવારે કરતા બી ડિવિઝન પોલીસે મહિલા સામે આઇપીસીની કલમ ૩૮૯ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવથી મનપા કચેરી વર્તુળમાં ચકચાર મચી ગઈ છે.

error: Content is protected !!