શહેરના તિર્થક્ષેત્ર દામોદર કુંડમાં ગંદકી, દુર્ગન્ધ યુકત પાણીને દૂર કરી શુદ્ધ પાણી ભરવાની ધારાસભ્યએ માંગ કરી છે. આ અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ કમિશ્નર ડો. ઓમ પ્રકાશને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, દામોદર કુંડ ખાતે ઠાકોરજીનો નાવ મનોરથ યોજાયો ત્યારે નાવ ચલાવનાર ૪ લોકોના પગમાં દુર્ગન્ધ યુકત કાંપ જાેવા મળ્યો હતો. પાણી પણ દૂષિત હોય અત્યંત દુર્ગન્ધ મારતું હતું.દામોદર કુંડ અતિ પવિત્ર અને આધ્યાત્મિક તિર્થક્ષેત્ર હોય દેશભરમાંથી દરરોજ હજારો ભાવિકો અહિં સ્નાન, પિતૃ તર્પણ માટે આવે છે. પરંતુ સરકાર દ્વારા પુરતી ગ્રાન્ટ અપાતી હોવા છતાં સફાઇનો અભાવ જાેવા મળી રહ્યો છે. પરિણામે અહિં આવતા ભાવિકો ભયાનક ગંદકી અને દુર્ગન્ધ મારતા પાણીને કારણે તંત્રની અને જૂનાગઢની ખરાબ છાપ લઇને જાય છે.ત્યારે આ કુંડની દર અઠવાડિયે ૧૦૦ ટકા સફાઇ થવી જાેઇએ જેથી આવનાર ભાવિકો દામોદર કુંડના પાણીનું આચમન કરી શકે.માત્ર ચોમાસામાં જ નહિ ઉનાળામાં પણ દામોદર કુંડમાં સ્વચ્છ પાણી સતત વહેતું રહે તેવી વ્યવસ્થા કરવી જાેઇએ કુંડની પવિત્રતા જળવાઇ રહે અને શ્રદ્ધાળુઓને આચમન- ચરણામૃત કરવાની ઇચ્છા થાય.