જૂનાગઢમાં ફાયર એનઓસી ન ધરાવતા ૧૩ હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ

0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઇઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પિટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી, બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એનઓસીની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે મનપા દ્વારા શહેરમાં ૧૩ હોટેલ રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી ચાલું ન હોય ધારા ધોરણસરની નોટિસ ઈસ્યુ કરી છે. જેમાં હોટલ પિકનીક, હોટેલ વિશાલા, મોર્ડન પરોઠા હાઉસ, સંતુર હોટેલ, નિધિસ કિચન, લિજ્જત પાઉંભાજી, હોટેલ આનંદ, હોટેલ સ્વાગત, હોટલ પેરા માઉન્ટ, હોટેલ શિખર, હોટેલ ગ્રીનલેન્ડ, હોટેલ કિલક, સાગર રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી ચાલું ના હોય તેથી ઉપરોકત તમામ હોટેલ રેસ્ટોરન્ટને કાર્યરત ફાયર એનઓસી રજુ કરવા ધારાધોરણની નોટિસ આપવામાં આવી છે.

error: Content is protected !!