જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં સાઈકલિંગ ટ્રેક ઉપર અકસ્માતની ઘટના બની છે. અમદવાાદની ૧પ વર્ષની કિશોરી ટ્રેક ઉપર સાઈકલિંગ કરી રહી હતી તેવામાં બ્રેક વગરની સાઈકલ હોવાથી અકસ્માત થતા કિશોરીને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર, ઉપરકોટમાં ગઈકાલે બપોરના સમયે અમદાવાદનો એક પરિવાર ઉપરકોટની મુલાકાતે આવ્યો હતો. આ પરિવારની ૧પ વર્ષની મમતા નામની કિશોરી સાઈકલના પૈસા ભરી ટ્રેક ઉપર સાઈકલ ચલાવતી હતી. આ ટ્રેક ખુબ જ ઢાળ વાળો છે. ઢાળ વાળા ટ્રેક ઉપર સાઈકલમાં કિશોરી ચક્કર લગાવતી હતી ત્યારે અચાનક જ સાઈકલમાં બ્રેક મારતા બ્રેક ન લાગી જેના કારણે સાઈકલ ગોથે ચડી ગઈ હતી. બાદમાં કિશોરી સાઈકલ ઉપરથી પડી જતા હાથ, પગ, મોઢા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા તેને ૧૦૮ મારફત સિવીલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યાં કિશોરીના સંબંધીએ જણાવ્યું હતું કે, બ્રેક વગરની સાઈકલ હોવાથી આ ઘટના બની છે. જેથી સાઈકલ ફેરવતા પહેલા તેમના સંચાલકોએ તપાસ કરવી જાેઈએ અને ત્યારબાદ જ પ્રવાસીઓને સાઈકલ આપવી જાેઈએ. સદનસીબે અમારી પુત્રી બચી ગઈ, જાે કોઈ દુર્ઘટના બની હોત તો કોણ જવાબદાર ? તેવા સવાલો ઉઠયા હતા.