લગ્નની લાલચ આપી વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચર્યુર્ં : લગ્ન ન કરતા ફરિય

0

લગ્નની લાલચ આપી વિદ્યાર્થિની ઉપર મોણીયાનાં શખ્સે દુષ્કર્મ આચરી લગ્ન નહિ કરતા સગીરાએ રાવ કરતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો. વિસાવદર તાલુકાના ગામની ૧૭ વર્ષની સગીરા ધો.૧૦નો અભ્યાસ કરતા માટે વિસાવદર ખાતે જતી હતી ત્યારે સ્કૂલની બાજુમાં દુકાન ધરાવતો વિસાવદર તાલુકાના મોણીયા ગામનો અક્ષય કરશન બુધેલીયાએ સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. બાદમાં સગીરાના મોબાઈલ નંબર લઇ તેણી વધુ સંબંધ કેળવી તરૂણીને લગ્નની લાલચ આપી હતી. આ શખ્સ પશુ ખરીદવાનું પણ કામ કરતો હોય જેથી સગીરાનાં ઘરે તેના પિતા પાસે ભેંસ ખરીદવાના બહાને ગયો હતો. આ દરમ્યાન અક્ષય કરશને વિદ્યાર્થિની સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ભોગ બનનાર તરુણીએ તેની ઉંમર થતાં લગ્નની વાત કરતા આ શખ્સે ધમકી આપી હતી. આ અંગે બુધવારે કિશોરીએ ફરિયાદ કરતા વિસાવદર પોલીસે અક્ષય વિરુદ્ધ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ફરિયાદ થતાની સાથે મહિલા પીએસઆઇ એસ. આઈ. સુમરાએ ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપીની અટક કરી વધુ તપાસ આદરી છે.

error: Content is protected !!