ભારતમાં ઉતરોતર તાપમાનનું વધવું અને કુદરતી આફતો આવવી એ માનવજાત ઉપરાંત જીવસૃષ્ટિ ઉપર અને આવનારી પેઢી ઉપર મોટો ખતરો છે. આ ખતરાથી બચવા વધુને વધુ વૃક્ષો વાવવા આવશ્યક છે તેમ પબુભા માણેકએ જણાવ્યું હતું. સ્થાનિક વાતાવરણને અનુકૂળ દશ જાતનાં વૃક્ષોનાં વાવેતર બાદ તેનાં ઉછેરનો સંકલ્પ પબુભાએ કર્યો છે.